Dakshin Gujarat

ઉમરગામમાં બહેન સાથે એઈડ્સ પીડિત ભાઈએ કર્યું આ હચમચાવી નાંખે તેવું કામ

ઉમરગામ: (Umargaam) ઉમરગામ તાલુકાના એક ગામમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બહાર આવી છે. અહીં એક યુવાન સાથે ચેનચાળા કરી રહેલા ભાઇને ઠપકો આપવા ગયેલી બહેનને (Sister) ભાઇએ જ બચકાં ભરી લીધા હતાં. આ ઘટનામાં ગંભીર બાબત એ છે કે ભાઇ (Brother) પોતાને એઇડ્સ (Aids) હોવાનું જાણવા છતાં તેણે આવી હરકત કરી હતી.

  • યુવાન સાથે ચેનચાળા કરતાં પકડાયેલા એઇડ્સ પીડિત ભાઇએ બહેનને બચકાં ભરી લીધા
  • ઉમરગામ તાલુકાના એક ગામમાં રહેતી એમકોમની વિદ્યાર્થિની પર આભ તૂટી પડ્યું
  • પિતાની હોટલમાં કારીગરો માટે રાખેલા રૂમમાં બિભત્સ હરકત કરતાં ભાઇને અટકાવવા જતાં ઘટના બની

આ બનાવની મળતી માહિતી અનુસાર આ બનાવની ફરિયાદ અનુષ્કાએ ( નામ બદલ્યું છે ) કરી હતી. તેણે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઉમરગામ તાલુકામાં આવેલા એક ગામમાં તેના પિતા, ભાઇ, પતિ અને પુત્રી સાથે રહે છે. તે પરણેલી હોવા છતાં તેના પતિની મંજૂરીથી મુંબઇની કોલેજમાં એમકોમનો અભ્યાસ કરી રહી છે ઉપરાંત તેના પિતાને કામમાં મદદ પણ કરે છે. તેના પિતા ગામથી થોડે દૂર એક રેસ્ટોરન્ટ ચલાવે છે. આ રેસ્ટોરન્ટમાં કામ કરતાં કારીગરો માટે તેમના પિતાએ એક રૂમ પણ રાખી છે.

તે ગઇકાલે બપોરે તેના પિતાની મદદ માટે તેમની રેસ્ટોરન્ટ ઉપર ગઇ હતી ત્યારે કારીગરો માટે રાખેલા રૂમમાં તેનો ભાઇ અન્ય એક કારીગર સાથે બિભત્સ ચેનચાળા કરતાં રંગે હાથે પકડાયો હતો. જેથી તેણે તેને ઠપકો આપ્યો હતો. આ બાબતે સગો ભાઇ શરમાવાને બદલે ઉશ્કેરાયો હતો અને તેના ઉપર તૂટી પડ્યો હતો. તેણે તેમને માર મારીને મોબાઇલ ફોન તો તોડી જ નાંખ્યો હતો પરંતુ તેમને હાથમાં બચકાં પણ ભરી લીધા હતા. એઇડ્સથી પીડાતો હોવાનું જાણવા છતાં ભાઇએ કરેલી હરકતથી હવે બહેન અને તેના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. તેણે કરેલી ફરિયાદના આધારે ઉમરગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓરવાડની દુકાનમાં જુગાર રમાડતા એક ઝડપાયો
પારડી : પારડી તાલુકાના ઓરવાડ ગામે લુહારની દુકાન ઉપર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. પારડી પીઆઇ મયુર પટેલની ટીમને મળેલી બાતમીના આધારે ઓરવાડ ગામે પરિયા તરફ જતા મુખ્ય ચાર રસ્તા પાસે આવેલી લુહારની દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાંથી વરલી મટકાનો જુગાર રમાડવાનો સામાન, રોકડા 520 મળતા પોલીસે સર્જેરાવ મહાદેવ ચૌહાણ (રહે. ઓરવાડ, જીતુભાઈની ચાલ પારડી)ની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top