SURAT

ઉકાઈમાં રાત્રે પાણીની આવક 4 લાખ ક્યુસેક થતાં સપાટી રાતોરાત આટલા ફૂટ વધી ગઈ

સુરત: સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હવામાન વિભાગે આપેલી ભારે વરસાદની (Monsoon) આગાહી વચ્ચે ઉપરલાસમાં આવેલા રેઈન ગેઝ સ્ટેશનોમાં (Station) તથા ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં (Dam) આજે સવારથી 84 હજાર ક્યુસેક પાણીની આવક ચાલું રહી હતી.

  • હથનુરમાંથી 13 હજાર ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈની સપાટી 324.04 ફુટ થઈ ગઈ
  • કાકડીઅંબામાં 20 ઇંચ, ચોપડાવમાં 14 ઇંચ અને ઉકાઈ કેચમેન્ટમાં 10 ઇંચ વરસાદ
  • મધરાત્રે 2 લાખ અને ત્યારબાદ સતત ઘટતી રહી 84 હજાર ક્યુસેક પર પહોંચી જતાં તંત્રને રાહત

તાપી નદીના ઉપરવાસમાં આવેલા રેઈન ગેજ સ્ટેસન વિસ્તારમાં ગઈકાલે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. કાકડીઅંબામાં જ 20 ઈંચ જેટલો વરસાદ ઝીંકાયો હતો. ગઈકાલે સવારથી ડેમમાંથી 2 લાખ ક્યુસેકની આસપાસ પાણીની આવક નોંધાઈ હતી. રાત્રે નવ વાગ્યે ડેમમાં 4 લાખ ક્યુસેક જેટલો વિપુલ પ્રમાણમાં પાણીનો આવરો ઠલવાતા ડેમની સપાટીમાં રાતોરાત વધુ બે ફુટનો વધારો નોંધાયો હતો. મધરાતે ડેમમાં પાણીની આવક 2.03 લાખ ક્યુસેક થઈ હતી. અને ત્યારબાદ સવારથી ડેમમાં 84 હજાર ક્યુસેક પાણીની આવક છે. જોકે પાણીની આવકથી ડેમની સપાટી વધીને 324.04 ફુટે પહોંચી છે. હથનુર ડેમમાંથી પણ 13 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમની સપાટી 208.390 મીટર નોંધાઈ હતી.

માંડવી તાલુકામાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ, આમલી ડેમના ચાર દરવાજા ખુલ્લા કરાયા
માંડવી : માંડવી તાલુકામાં 112 મીમી વરસાદ થયો હતો. જેને કારણે અનેક વિસ્તારો જળ તરબોળ થયા હતા. ત્યારે માંડવીના આમલી ડેમની પાણીની કુલ સપાટી 115.80 મીટર છે. રૂલ લેવલ 113.00 મીટર છે. જે સવારથી સાંજ સુધીમાં પાણીની આવક 111.70 મીટર પહોંચતાં ચાર દરવાજા ખુલ્લા કરતાં 3563 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અને અસરગ્રસ્ત ગામો મોરીઠા, સાલૈયા, ગોડસંબા, કરવલી, કાછિયા બોરી, કસાલ, અમલસાડી, કરવલી વગેરે ગામોને એલર્ટ કરાયાં હતાં.

લાખી ડેમની પૂર્ણ સપાટી 74.10 મીટર છે. જે 73.10 પર પહોંચતાં 70 ટકા ડેમ ભરાયો હતો. જે સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત ગામો કલમકુવા, બેડધા, ભાતખાઈ, સરકુઈ ગામોને એલર્ટ કરાયાં હતાં. જ્યારે કેવડી નાની સિંચાઈ યોજનાની મહત્તમ સપાટી FRL 74.22 મીટર (243.50 ફૂટ) સાંજે 6 વાગ્યા સુધી 72.54 મીટર (238.ફૂટ) પહોંચતાં 77.35 ટકા (વોર્નિંગ સ્ટેજ) જથ્થો પાણી ભરાતાં મોરણ ખાડીના કિનારાનાં અસરગ્રસ્ત ગામો જેતપુર, ગાંગપુર, પીપલવાડા વગેરે ગામોને પણ એલર્ટ કર્યાં હતાં. અને ઈસર ડેમની 106.60 મીટરની મહત્તમ સપાટી છે. જે 104.20 મીટર પહોંચતાં 46.75 % જેટલો ભરાયો છે. માંડવી કાકરાપાર વિયર પરથી 25175 ક્યુસેક પાણી ઈનફ્લો થયો હતો. કાકરાપાર વિયરની સપાટી 164.20 હોવાથી 2.30 ફૂટ ઉપરથી પાણી તાપી નદીમાં વહી રહ્યું હતું.

Most Popular

To Top