National

જલંધરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 સાગરિતો ઝડપાયા, વહેલી સવારે થયુ એન્કાઉન્ટર

જાલંધર: જાલંધર કમિશનરેટ પોલીસ (Jalandhar Commissionerate Police) અને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગના ગુંડાઓ (Bullies) વચ્ચે આજે રવિવારે વહેલી સવારે એન્કાઉન્ટર (Encounter) થયું હતું. પોલીસે એન્કાઉન્ટર બાદ બંને ગુનેગારોની ધરપકડ કરી હતી. તેમજ એન્કાઉન્ટરમાં ઘાયલ બંને ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં બંનેની સારવાર કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પંજાબના જલંધરમાં નાકોદર રોડ પર કમિશનરેટ પોલીસ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે ગેંગસ્ટર વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. પોલીસ કમિશનર સ્વપન શર્મા પોતે ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને ગેંગસ્ટરોને ગોળી વાગી છે અને તેમની ધરપકડ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને હત્યા અને ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલા હતા. એક પોલીસકર્મી ઘાયલ થયાની પણ માહિતી છે. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ટૂંક સમયમાં સમગ્ર મામલાની વિગતવાર માહિતી આપશે.

મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ ગ્રુપના નેતા સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી
ધમકી બાદ રાઉતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેને ધમકી આપનાર વ્યક્તિએ મેસેજ કર્યો હતો કે ‘તારો હાલ પણ મૂસેવાલા જેવા જ કરી દઈશું’. . મેસેજમાં રાઉતને હિંદુ વિરોધી કહીને અપશબ્દો પણ આપવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

સંજય રાઉતને ધમકીભર્યો મેસેજમાં કહ્યું કે ‘જો તું મને દિલ્હીમાં મળ્યો તો હું તમને એકે 47થી ઉડાવી દઈશ, સિદ્ધુ મૂસેવાલા જેવો હાલ થશે’, સલમાન અને તું ફિક્સ હતી. આ ધમકી લોરેન્સ બિશ્નોઈના નામે આપવામાં આવી હતી. તેને ટેક્સ્ટ સંદેશ તરીકે પ્રાપ્ત થયો. પ્રાથમિક માહિતી મુજબ મેસેજ મોકલનાર વ્યક્તિ પુણેનો હોવાનું જાણવા મળ્યુ હતું. જેમાં તેણે લખ્યું હતું કે, હું મારી નાખીશ, હિન્દુ વિરોધી, દિલ્હીમાં મળીશ, સિદ્ધુ મુસેવાલા ટાઇપમાં તમને AK47થી ઉડાવી દઇશ.

લોરેન્સના નામે ધમકી મળી
લોરેન્સ બિશ્નોઈના નામે મળેલી આ ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, ‘જો તું દિલ્હીમાં મળસે તો તને AK 47થી ઉડાવી દેવામાં આવશે, મૂસેવાલા જેવો હાલ થશે.’ આ ધમકી બાદ રાઉતે પોલીસને પત્ર લખીને માહિતી આપી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે આ ધમકી કન્નડ રક્ષા વેદિકા નામની સંસ્થા તરફથી આવી છે.

Most Popular

To Top