Gujarat

કોરોના રસી લીધાના બે કલાક બાદ વડોદરા પાલિકાના સફાઈ કામદારનું મોત

કોરોનાની મહામારી (CORONA PANDEMIC)ને નેસ્તનાબુદ કરવા માટે હાલમાં કોરોનાની વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આજે પાલિકાના વહીવટી વોર્ડ નવમાં રસીકરણ (VACCINATION) દરમીયાન 30 વર્ષના સફાઈ સેવકનું રસી લીધા બાદ મોત થતા પરીવારજનોએ રસી લેવા પાિલકાના અિધકારીઓ તરફથી જબરદસ્તી કરવામાં આવી હતી. રસીને કારણે જ મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતક (DEAD) યુવાનના પરીવારજનોએ આક્રંદ સાથે હંગામો મચાવ્યો હતો. જો કે આરોગ્ય વિભાગ રસીથી યુવાનના મોતને નકારે છે.

આમ શહેર આરોગ્ય વિભાગ (HEALTH DEPT) દ્વારા આજે શહેરમાં પોલીસ વિભાગ તેમજ પાિલકાના કર્મચારીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વહીવટી વોર્ડ નવમાં સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા અને વડસર સ્થિત ઓમ રેસીડેન્સીમાં રહેતા તીસ વર્ષના જીજ્ઞેશ સોલંકીએ રસી લીધી હતી. રસી લીધા બાદ જીજ્ઞેશ ઘરે જતા જ તેની તબીયત બગડી હતી. જેથી પરીવારજનો તેને સારવાર માટે લઈ જતા ડોકટરોએ તેને મૃતક જાહેર કર્યો હતો.

આ બનાવને પગલે જીજ્ઞેશના પરીવારજનો (FAMILY)એ જીજ્ઞેશનું મોત રસીના કારણે (DEATH BECAUSE OF VACCINE) જ થયું હોવાના આક્ષેપ સાથે સયાજી હોસ્પીટલમાં આક્રંદ સાથે હંગામો મચાવ્યો હતો. પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ફરજ બજાવીને જીજ્ઞેશ ઘરે પાછો આવી ગયો છતાં તેને ફોન કરીને ફરીથી બોલાયો હતો અને બળજબરીથી રસી અપાઈ હતી. બનાવને પગલે પોલીસ પણ પહોંચી ગઈ હતી. જીજ્ઞેશના મૃત્યુનું કારણ જાણવા તેની લાશને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપી હતી.

જીજ્ઞેશના મૃત્યુ પછી રસી લેવાથી ડરી રહેલા કર્મચારીઓ
કોરોના વેક્સીનની રસી લીધા બાદ સફાઈ કામદાર જીજ્ઞેશ સોલંકીનું મોત થતાં તેના અન્ય સહકર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે અને કેટલાક કર્મચારીઓએ રસી નહીં લેવાનું મનોબળ બનાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, અત્યાર સુધી રસી લેવાથી રસીની આડઅસરના બનાવ ઘણાં ઓછા બન્યા છે. અને ખાસ કરીને વિવિધ બીમારીઓ ધરાવતી વ્યક્તિમાં રસીની આડઅસર (SIDE EFFECT) થવાની શક્યતાં સેવાઈ રહી છે. પણ આવો એક કેસ હજી નોંધાયો નથી. છતાં જીજ્ઞેશ સોલંકીનું મૃત્યુ પછી રસી સલામત છે કે નહીં તેને લઈને પણ સફાઈ કર્મચારીઓમાં અસમંજસમાં મૂકાયા છે અને જીજ્ઞેશના મૃત્યુ પછી રસી લેવા માટે કેટલાક કર્મચારીઓ ગભરાઈ રહ્યાં છે.

જીજ્ઞેશને હૃદયરોગનો હુમલો આવ્યા પછી નિયમિત દવા લેતો નહોતો : ડૉ.રંજન ઐયર
પાિલકાના સફાઈ સેવક જીજ્ઞેશ સોલંકીનું કોરોનાની રસી (CORONA VACCINE)ના કારણે મોત થયું હોવાનો સયાજી હોસ્પીટલના અિધક્ષક ડો. રંજન ઐયરે ઈનકાર કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, જીજ્ઞેશને 2016 માં હદયરોગનો હુમલો આવતા સારવારની સાથે એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. જીજ્ઞેશ તેની નીયમીત દવા લેતો ન હતો. પરીવારે રસીથી મોતના આક્ષેપ કર્યા છે. જે ખોટા છે તેમ છતાં પણ પેનલ પીએમ કરવામાં આવશે. અગર જબરદસ્તીથી રસ લેવા ફરજ પડાય તેવું કાંઈ હોતું નથી લોકો સ્વૈચ્છીક રીેતે જ રસી લે છે. કોઈને પણ જબરદસ્તી કરાતી નથી પેનલ પીએમ પછી જ જીજ્ઞેશના મોતનું સાચું કારણ જાણવા મળશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top