Vadodara

માંજલપુરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ત્રિપુટીને પોલીસે દબોચી લીધી

વડોદરા: મકરપુરા જીઆઈડીસીમાં આવેલી મૂન લાઈટ ઈલેક્ટ્રીક્સ નામની કંપનીમાં આઠ મહિના પૂર્વે થયેલ કોપરની ચોરીનો ભેદ ઉકેલવામાં માંજલપુર પોલીસ મથકની સર્વેલન્સની ટિમને સફળતા સાંપડી હતી.પો લીસે ઘરફોડ ચોરી કરનાર ત્રણની ચોરીના 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.25-2-21ના રાત્રીના સમયે મકરપુરા જી.આઈ.ડી.સીમાંથી મૂન લાઈટ ઈલેક્ટ્રીક્સ નામની કંપનીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો.જે કામે માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડની ટિમે બાતમની આધારે વોચ ગોઠવી ખીસકોલી સર્કલ તરફથી કેવલ ચોકડી તરફ પીક અપ ડાલા જીપ આવતા તેને કોર્ડન કરી ડ્રાઈવરોનું નામઠામ પુછતા નારણભાઇ ગોપીલાલ ગજ્જર તથા નિતીન નિલેશભાઇ બારીયા તેમજ શીવસીંગ બ્રજભાનસીંગ રાજપુત હોવાનું જણાવ્યું હતું.

 પોલીસે લોખંડનો સળીયો,ગ્રીલ કટર, બે બોરીમાં કોપરનો વાયર 60 કિલોગ્રામ જેટલો કિં.રૂ.30,000 તથા એક કોપરનો આશરે એક કીલો ગ્રામ વજનનો નાનો પાટો જપ્ત કર્યો હતો. સામાન બાબતે પૂછતા જ કરતાં 8 મહિના પહેલા મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલ કંપનીમાંથી કોપરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.જે બનાવ સંદર્ભે પોલીસે નારણભાઈ ગોપીલાલ ગુજ્જર રહે, રણછોડ નગર જામ્બુવા બ્રિજ પાસે મકરપુરા વડોદરા મૂળ રહે, લાછુડા ગામ,તાલુકો આસીંદ, જિલ્લો ભીલવાડા રાજસ્થાન તથા નિતીન નિલેશ બારીયા રહે ગ્રીન હાઉસ નંબર 93 વાળી કંપની સામે મકરપુરા જીઆઇડીસી મૂડ રહે કલજની સરસવાણી ગામ તાલુકો ઝાલોદ જીલ્લો દાહોદ તથા શિવસિંગ બ્રજ ભાનસિંગ રાજપૂત રહે, વડસર ગામ પાસે તલાવડી મૂળ રહે દસાઈરી ગામ તાલુકો સિકંદરા,જિલ્લો કાનપુર ઉત્તર પ્રદેશનાઓની અટકાયત કરી 3.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top