Gujarat

પત્ની ગુમ કેસમાં PI દેસાઈનાે પોલિગ્રાફ નાર્કો ટેસ્ટ કરાશે

વડોદરા: જિલ્લા એસ.ઓ.જી પી.આઇ.એ એ દેસાઇનાં પત્ની ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસને દહેજના અટાલી ગામના અવાવરું મકાનમાંથી હાડકાં મળી આવ્યા છે. એફ.એસ.એલ.ના રિપોર્ટ પર પોલીસની મીટ મંડાયેલી છે. જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ એ એ દેસાઈનો નાર્કોટેસ્ટની મંજૂરી આપી છે.  કરજણ ની પ્રયોશા સોસાયટીમાં રહેતાં એસ.ઓ.જી પી.આઇ.એ એ દેસાઇનાં ગુમ પત્ની સ્વીટી પટેલની તપાસ દરમિયાન પોલીસને દહેજ થી હાડકાના બળેલા ટુકડા મળ્યા છે.

હાલ હાડકાના ટુકડાઓને તપાસ માટે પોલીસે સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સીક વિભાગને મોકલવામાં આવ્યા છે.દહેજ થી મળેલા હાડકા માનવ શરીરના છે કે કેમ તેના એફ.એસ.એલ.ના રિપોર્ટ પર પોલીસની મીટ મંડાયેલી છે.જો એફએસએલ દ્વારા આ હાડકા માનવ શરીરના હોવાનું સપાટી પર આવશે. તો પોલીસ ડી.એન.એ.પ્રોફાઈલિંગ માટે તેને ગાંધીનગર મોકલશે. સ્વીટી પટેલ ના ભાઈ અથવા પુત્રનો ડીએનએ સેમ્પલ લેવામાં આવશે.પત્ની ગુમ થવાના કેસમાં પી.આઈ અજય દેસાઈ શંકાના દાયરામાં છે. પોલીસે 4 વખત અજય દેસાઈ નો ટેસ્ટ કરાવ્યો છે. અજય દેસાઈના પોલિગ્રાફ અને નાર્કોટેસ્ટ માટે પોલીસને કોર્ટની મજુરી મળી છે. હવે હાડકા ના એફ એસ એલ રિપોર્ટ અને પી આઈ એ એ દેસાઈ ના નાર્કોટેસ્ટ કર્યા બાદ બાદ જ ગુમ સ્વીટી પટેલ રહસ્ય પરથી પરદો ઉઠી શકે છે.

Most Popular

To Top