Vadodara

ટ્રેલર અને તવેરા વચ્ચે અકસ્માત સર્જાયો : યુવાનનું ઘટનાસ્થળે મોત

વડોદરા : કરજણ ખાતેથી પરત આવતી વેળાએ ધનોરાના પરિવારને અકસ્માત નડ્યો હતો.અંમ્પાડ ચોકડી ખાતે ટ્રેલરે તવેરા ગાડીને અડફેટમાં લેતા 20 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે પરિવારના 4 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

ટ્રેલર એ તવેરા ગાડી ને ઝપેટમાં લીધી હતી.જેમાં તવેરા ગાડીના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. બુધવારે વહેલી સવારે સંભોઈ કરજણ ખાતે રામદેવ મહારાજના પાઠમાંથી ઘરે પરત ફરતી વખતે અંમ્પાડ ચોકડી ખાતે ટ્રેલર સાથે તવેરા ગાડી ધડાકા ભેર અથડાઈ હતી.અકસ્માત થતા તવેરા ગાડી ના ફુરચા બોલી ગયા હતા.

આ ગાડી ધનોરા દૂધ ડેરીના પૂર્વ મંત્રી રણજીતસિંહ ચલાવતા હતા.આ ગંભીર અકસ્માતમાં ગાડી માં પાછળ બેઠેલ ધનોરા ગ્રામ પંચાયતના સભ્યના ભાણા યુવરાજસિંહ ભરતસિંહ પઢીયાર ઉંમર આશરે 20 વર્ષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની ગોત્રી સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

ગાડી ચાલાક ધનોરા દૂધ ડેરી ના પૂર્વ મંત્રી રણજીતસિંહ પરમારને અકસ્માતમાં પગ અને અન્ય જગ્યા એ વધુ ઇજા પહોંચી હતી.જ્યારે બીજા અન્ય આગળ બેઠેલા અરવિંદભાઈ ગોહિલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઉપરાંત ગાડી માં સવાર મહિલા અને બાળકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top