Business

આજના આધુનિક યુગમાં ફરીથી હોટ ફેવરીટ થઈ રહ્યાં છે ચોકર નેકલેસ

કપડાં કેટલાં પણ કિંમતી પહેરી લો પણ શણગાર તો ઘરેણાં વગર અધૂરો જ લાગે. ને આજની નારીઓ ભલે આધુનિક બની હોય પણ ઘરેણાંની બાબતમાં આજે પણ તેનો ઝુકાવ ટ્રેડિશનલ ઘરેણાં તરફ વધુ જોવા મળે છે. અને આજ કારણે વર્ષો જૂના છોકર નેકલેસનો ટ્રેન્ડ આજે ફરી ડિમાન્ડમાં છે. લગભગ 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવનાર ચોકર નેકલેસ લગ્નપ્રસંગોમાં માનુનીઓની શાન તો વધારે જ છે, સાથે કોઈપણ પ્રકારના ડ્રેસમાં શોભી ઉઠતાં હોવાને કારણે મહિલાઓની સાથે સાથે યુવતીઓમાં પણ ઑન ડિમાન્ડ છે.

ચોકર નેકલેસના ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 1789 માં ફ્રાંસ ક્રાંતિ દરમિયાન આ પ્રકારના નેકલેસ સૌ પ્રથમવાર મોટી સંખ્યામાં મહિલાઓએ પહેરેલા જોવા મળ્યા હતા. ત્યાર બાદ આ માત્ર અમીરોની જ શાન ગણાતા હતા પરંતુ આજે તેમાં અનેક વેરાયટીઓ આવી હોવાથી અને તેમાં હળવા મટીરિયલનો ઉપયોગ પણ વધ્યો હોવાથી આજે તેની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેથી દરેક વર્ગની મહિલાઓ એને પહેરવાનો શોખ પૂરો કરી શકે છે.એટલું જ નહીં, આજે તો ચોકર નેકલેસ બનાવવા માટેનું મટીરિયલ પણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોવાથી તમે તેને ઘરે પણ બનાવીને પહેરી શકો છો.
રંગબેરંગી કલરોમાં ઉપલબ્ધ
ચોકર નેકલેસમાં અગાઉના સમયમાં હીરા, મોતી, વેલ્વેટ,રત્નો,કુંદન અને કિંમતી લેસ વગેરે જડવામાં આવતાં હતાં. જેથી તેની કિંમત ઘણી ઊંચી રહેતી. જ્યારે આજે તેને હળવાં રંગબેરંગી સ્ટોન અને મોતીઓની મદદ વડે તૈયાર કરવામાં આવે છે જેથી દરેક વર્ગની માનુનીઓ તેને સરળતાથી ખરીદીને પોતાનો શોખ પૂરો કરી શકે છે.

Most Popular

To Top