Columns

જીવનભર સુખી થવા માટે

એક દિવસ એક ફકીરબાબા ઝાડ નીચે બેસીને મોટેથી બળી રહ્યા હતા, ‘સુખી થવું હોય તો મારી પાસે આવો હું તમને જાદુઈ રસ્તો બતાવીશ..હું જે કહીશ તેમ કરશો તો સાચે જ સુખી સુખી થઇ જશો.’ બધાને નવાઈ લાગી કે એવો તે શું જાદુઈ રસ્તો હશે ફકીર પાસે…બધા આજુબાજુ ભેગા થઈ ગયા ફકીર પોતાની મસ્તીમાં બોલ્યે જતા હતા, ‘સુખી થવું સાવ સહેલું છે…સુખી થવા માટે બસ હું કહું તેમ કરો…’એક યુવાને મજાક ઉડાડવાની રીતે કહ્યું, ‘બાબા, શું બસ બોલતા જ રહેશો કે ચાલો સુખી થવા માટે રસ્તો બતાવું કે પછી સાચે એવી કોઈ રીત કે રસ્તો જાણો છો ?? જાણતા હો તો બતવો તો ખરા કે સુખી કઈ રીતે થવું.’ ફકીરબાબા હસ્યા અને બોલ્યા, ‘યુવાન ધીરજ રાખ …સુખી થવું હોય તો સૌથી પહેલા ધીરજ રાખ અને હું તો કહીશ કરવું તમારે પડશે તો સુખી થઇ શકાશે.બોલ છે તૈયારી…’યુવાન બોલ્યો, ‘એ તો તમે કયો રસ્તો બતાવો છો તે પછી નક્કી થશે.’

ફકીરબાબા બોલ્યા, ‘કોઈએ પણ સ્ત્રી હોય કે પુરુષ …યુવાન કે વૃધ્ધ …ગરીબ કે પૈસાદાર સુખી થવું હોય તો આ જ રસ્તો છે …જો તમારે સુખી થવું છે …જીવનભર આનંદમાં રહેવું છે તો સતત કામ કરતા રહેવું… મહેનત કરતા રહેવું … થાક લાગે તો થાકવાનું નહિ… નિષ્ફળતા મળે તો નાસીપાસ થવાનું નહિ… જીવનમાં હાર મળે તો પણ મનથી હારવાનું નહિ… જ્યાં જાવ ત્યાં મીઠું બોલો …કડવા વેણ કાઢો નહી …જીભ આપી છે તો તેનાથી કોઈને ડંખવાનું નહિ… સતત મહેનત કરતા રહેવું અને પૈસા પણ કમાવા પણ જયારે મહેનત અને ભાગ્ય મળે અને પૈસા આવે ત્યારે તે પૈસાનું અભિમાન કરવાનું નહિ ..

પૈસાણી પંખો લગાડી ઉડવું નહિ …અને જો પાસે પૈસા ન હોય તો કમાવા મહેનત વધુ કરવી છતાં ભાગ્ય સાથ ન આપે તો જે સ્થિતિ હોય તેનો સ્વીકાર કરવો … ગરીબીથી સંતાવું નહિ અને સંતાપવું નહિ ..દુઃખ આવે તો રડવું નહિ અને ભાગવું નહિ…ડર લાગે તો પણ ડરવું નહિ …ખુશામતથી ખુશ થવું નહિ અને પ્રશંસાથી પોરસાવું નહિ …નિંદા સાંભળી ઉશ્કેરાવું નહિ… ઈર્ષ્યા કોઈની કરવી નહિ…. વાડ કોઈના કરવા નહિ…છેલ્લે મોત થી પણ ગભરાવું નહિ..રડવું નહિ.બસ આટલું ન કરો તો જીવનમાં સદા સુખી થઇ જશો.’ફકીરબાબા એ બધા માટે સુખી થવાનો રસ્તો બતાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top