World

અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી આગમાં હજારો એકર જંગલ ખાક

અમેરિકા: દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં હાલમાં મોસમ કરવટ બદલી રહી છે. ગ્લોબલ વોર્નિંગની (Global warning) અસર અત્યારથી જ જોવા મળી રહી છે. યુરોપની (Europe) વાત કરીએ તો ત્યાં વિતેલા સપ્તાહમાં જે ગરમી (Hotness) પડી હતી તે કલ્પના બહારની હતી. યુરોપના સ્પેન (Spain), ઇટાલી (Italy), ઇંગ્લેન્ડ (England), જર્મની (Germany) અને ફ્રાન્સ (France) જેવા દેશોએ ક્યારેય નહીં જોઇ તેવી ગરમી અનુભવી હતી. અહીં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. એટલું જ નહીં ઇંગ્લેન્ડમાં તો ઇતિહાસમાં પહેલી વાર ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ભારતમાં પણ વિતેલા મહિનામાં અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી હતી. તો અનેક વિસ્તારો પાણીના પૂરમાં ગરક થઇ ગયા હતાં. યુરોપની સાથે સાથે હવે અમેરિકામાં પણ ગરમીએ રીતસરનો આતંક મચાવી દીધો છે.

દરમિયાન અમેરિકાના મીડિયામાં થયેલા રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયાના મૈરિપોસા કાઉન્ટી વિસ્તારમાં ગરમીના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં માત્ર નવ કલાકના સમયગાળામાંજ આશરે 4350 એકર જમીનમાં જંગલનો સફાયો બોલી ગયો હતો. સ્થાનિક વનવિભાગ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ આગ બપોરે બે વાગ્યે શરૂ થઇ હતી અને રાત્રે અગિયાર વાગે કાબૂમાં આ્વી હતી. આમ માત્ર ગણતરીના નવ કલાકમાં જ આગે ભારે વિનાશ સર્જી નાંખ્યો હતો. વધુ મળતી માહિતી અનુસાર આ અગ્નિકાંડના કારણે માઇલો દૂર સુધીના વિસ્તારોને ખાલી કરી દેવાયા હતાં. અમેરિકાના હાઇવે નંબર 49ની આસપાસ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતાં. ગર્મી અને સુકા વાતાવરણના કારણે આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

તો બીજી તરફ મધ્યપૂર્વના દેશ ઇરાનમાં પણ વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળ્યો હતો. અહીંના દક્ષિણમાં આવેલા એક પ્રાંતમાં અચાનક પૂર આવી ગયું હતું. આ પૂરમાં આશરે 21 લોકોનાં મોત થઇ ગયા હતાં. અહીંના ઇસ્તાહબન શહેરના ગર્વનર યુસુફ કેરેગરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે રોદબલ નદીમાં પૂર આવ્યું હતું. બચાવ કર્મચારીઓએ પૂરમાં ફસાયેલા 55 લોકોને બચાવી લીધી હતાં. આ પૂરમાં આશરે 10થી વધુ ગામો ઉપર માઠી અસર પહોંચી છે. ઇરાનના ગૃહમંત્રી અહમદ વાહિદીએ આ સમગ્ર ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જળવાયું પ્રદુષણમાં આવી રહેલા પરિવર્તનના કારણે છેલ્લા એક દશકથી આ પ્રકારની કુદરત્તી આપતીનો સામનો ઇરાન કરી રહ્યું છે. આ પહેલા ઇરાનમાં 2018માં આવેલા પૂરમાં 44 લોકોનાં મોત થયાં હતાં.

Most Popular

To Top