Editorial

ભારતમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગડાનારાઓની જીભ કાપી લેવી જોઇએ

કટ્ટરવાદી સંગઠન  પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના નેતાઓની દેશભરમાંથી થયેલી ધરપકડ બાદ કેરાલામાં આ સંગઠન દ્વારા બંધનુ એલાન અપાયુ હતુ. આ દરમિયાન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સમર્થકોએ ભારે તોડફોડ પણ કરી હતી.મહારાષ્ટ્રના પૂણે શહેરમાં પણ શુક્રવારે જિલ્લા કલેકટર કચેરીની બહાર ભારે વિરોધ કરીને સમર્થકોએ દેખાવો કર્યા હતા. જોકે ચોંકાવનારી વાત એ છે કે આ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવાયા હતા અને તેના પગલે વાતાવરણ તંગ બની ગયુ હતું. પોલીસે સંગઠના સમર્થકોની અટકાયત કરી હતી અને હવે 60 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસે કહ્યુ હતુ કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સમર્થકોએ પરવાનગી વગર જ દખાવો કર્યા હતા અને તેમની સામે આ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસનુ કહેવુ છે કે, આયોજકોને પહેલા જ કોઈ પણ જાતના દેખાવો કરવાની ના પાડવામાં આવી હતી. આમ છતા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સમર્થકોએ પોલીસના આદેશનુ પાલન કર્યુ નહોતુ. 22 સપ્ટેમ્બરના રોજ એનઆઇએ-ઇડીએ 15 રાજ્યમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનાં 93 સ્થળ પર ઓપરેશન ઓક્ટોપસ હેઠળ દરોડા પાડ્યા હતા. હવે આ કેસમાં તપાસ એજન્સીએ મોટો દાવો કર્યો છે. કોઝિકોડમાંથી ધરપકડ કરાયેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા કાર્યકર શફીક પાયથેની રિમાન્ડ નોટમાં ઇડીએ કહ્યું હતું કે પટનામાં 12 જુલાઈએ વડાપ્રધાનની રેલીમાં હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જે અંગેનું ફંડિંગ પૂરું પાડવામાં શફીક પાયથે પણ સામેલ હતો.

એનઆઇએ અને ઇડીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના સભ્યની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન શફીકે જણાવ્યું હતું કે આ વર્ષે 12 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટનામાં રેલી કરી હતી. આ રેલી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના નિશાના પર હતી. આ માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાએ તાલીમ પણ આપી હતી. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના ખાતામાં એક વર્ષમાં લગભગ 120 કરોડ રૂપિયા જમા થયા હતા. આ સાથે ખાતામાં જે રકમ જમા થઈ એના કરતાં બમણી રકમ રોકડ સ્વરૂપે એકત્ર કરવામાં આવી હતી. દેશમાં મુસ્લિમોના અનેક સંગઠનો છે. તેઓ તેમની રીતે તેમના ધર્મના માનનારા લોકોની સામાજિક અને આર્થિક મદદ કરે તે સ્વાભાવિક છે.

ભારતમાં આ પ્રકારનો અધિકાર દરેક ધર્મના લોકોને છે. આ સંગઠનો વર્ષોથી આ પ્રકારની કામગીરી કરી રહ્યાં છે અને તેમની સામે કોઇ દિવસ આંગળી ઉઠી નથી. પરંતુ પીએફઆઇ આવા સદ્કર્મોની આડમાં દેશના ટુકડા કરવાની કામગીરી કરી રહ્યું છે. 2040 સુધીમાં ભારત ઉપર કબજો કરવાનો તેમનો બદઇરાદો છે. આ ઇરાદો આમ તો મુંગેરીલાલ કે હસીન સપને જેવી છે પરંતુ આવો વિચાર કરવો એ પણ ગુનો છે. હાલમાં એનઆઇએએ 100થી વધુ પીએફઆઇ કાર્યકરો અને હોદ્દેદારોની ધરપકડ કરી છે. જો કે, તેમની ધરપકડના વિરોધમાં રેલી કાઢનારાઓએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા છે તે કોઇ રીતે સાંખી લેવું જોઇએ નહીં. આપણે ત્યાં કહેવત છે કે બદીને ઉગતી જ ડામી દેવી જોઇએ તેવી રીતે ભારતમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાડનારાઓની જીભ કાપી લેવી જોઇએ.

એનઆઇએ અધિકારીઓને જાણકારી મળી હતી કે મુજબ કર્ણાટક, કેરલ, તમિલનાડુ અને હૈદરાબાદમાં આતંકવાદી ગતિવિધિ વધારવા માટે ભારે સંખ્યામાં ટેરર ફંડિંગ કરવામાં આવ્યું હતું. લિંક તપાસ્યા બાદ તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનઆઇએને સૂચના મળી હતી કે કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પીએફઆઇ મોટા પાયે ટ્રેનિંગ કેમ્પો લગાવી રહી છે. તેમાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવાની સાથે લોકોનું બ્રેઇનવોશ કરવામાં આવે છે. જુલાઇમાં પટનાની પાસે ફૂલવારી શરીફમાં મળેલા આતંકી મોડ્યૂલને લઇને દરોડા પાડવામાં આવ્યા. ફૂલવારી શરીફમાં PFIના સદસ્યોની પાસેથી ઇન્ડિયા 2047 નામના 7 પેજના ડોક્યુમેન્ટ મળ્યા હતા. તેમાં હવે પછીનાં 25 વર્ષમાં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું પ્લાનિંગ હતું.

Most Popular

To Top