Charchapatra

ગાંધી બાગની જગ્યા પર અદ્યતન ઓડિટોરિયમ બનાવો

ચોકબજાર ખાતે આવેલ ગાંધી બાગની વિશાળ જગ્યા જો કે હાલ ખેતર પણ કહી શકાય. આ જગ્યા હાલ વર્ષોથી અવાવરુ પડી છે. કોઇ આ બાગમાં જવા તૈયાર નથી. અસામાજિકનો અડ્ડો બની ગયો છે. આ વિશાળ જગ્યામાં અદ્યતન વિશાળ ઓડીટોરીયમ બનાવી શકાય તેમજ રંગ ઉપવન જેવું બીજું પણ ઓડીટોરીયમ બનાવી શકાય. અદ્યતન વીઆઇપી રોડ પરના ગાર્ડનની જેમ ગાર્ડન બનાવી શકાય! હાલમાં કવોલીટી રેસ્ટોરન્ટની લાઇનમાં પણ અવાવરુ જગ્યાનો લાંબો પટો છે તેના પર દબાણ શરૂ થઇ ચૂકયું છે. મેટ્રો આવ્યા બાદ આ કિમતી જમીનનો સદુપયોગ જરૂરી છે. શાસકો ધ્યાન આપશે કે પછી?
સુરત              – ધનસુખ શાહ- આ લેખમાં પ્રગટ થયેલ વિચારો લેખકના પોતાના છે.

ગુજરાતની ચૂંટણી હજુ પણ ભાજપ કે કોઇ બીજો પક્ષ?
આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જે સંદર્ભમાં ગુજરાતની પ્રજાની ભૂમિકા અને અભિગમ ખૂબ જ મહત્ત્વના પુરવાર થશે? છેલ્લા ખૂબ જ લાંબા સમયથી ગુજરાતમાં ભાજપ સરકાર સત્તામાં બિરાજમાન છે પરંતુ તાજેતરની દરેક ક્ષેત્રની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં અન્ય વિરોધી પક્ષો અનેક મહત્ત્વના મુદ્દાઓ પર સત્તાધારી પક્ષને લડત આપી શકે એમ છે. હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં એટલે ટૂંક સમયમાં કોની સરકાર બનશે એનો જવાબ ગુજરાતની પ્રજાનો અભિગમ, વિવેકબુધ્ધિથી અને દીર્ઘદ્રષ્ટિ પર આધારિત છે. કારણ કે લોકશાહી દેશમાં અંતમાં તો પ્રજા જ સર્વોપરી છે એ હકીકત સ્વીકારવી જ રહી.
સુરત              – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલ વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top