National

સુપ્રીમ કોર્ટના જજ હવે ઘરેથી કામ કરશે, 50 ટકાથી વધુ કર્મચારીઓ કોરોનગ્રસ્ત

અનિયંત્રિત કોરોના વાયરસની ( CORONA VIRUS ) બીજી તરંગે દેશમાં કહેર ફેલાવ્યો છે. એક તરફ, દેશમાં કોરોનાના નવા કેસ અંગે દરરોજ રેકોર્ડ તૂટી રહ્યા છે. તો બીજી તરફ દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. સુપ્રીમ કોર્ટના ( SUPREME COURT ) 50 ટકાથી વધુ કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

દેશમાં હાલ કોરોના વાયરસના કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે હવે કોરોનાના કહેરથી દેશની સર્વોચ્ચ અદાલત પણ બચી શકી નથી, કોર્ટના 50 ટકા જેટલા કર્મચારીઓને કોરોનાનો ચેપ લગતા હાલ કોર્ટના કર્મચારીઓ હવે ઘરેથી કામ કરશે. આ પછી, નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવારથી સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો તેમના નિવાસસ્થાનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટને સાફ કરી સૅનેટાઇઝ પણ કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ કોરોનામાં અપડાયાં બાદ કોર્ટ રૂમ સહિત સમગ્ર કોર્ટ સંકુલની સ્વચ્છતા કરવામાં આવી રહી છે, જેના કારણે તમામ બેંચો નિર્ધારિત સમય કરતા એક કલાક મોડા ચાલશે. સોમવારે દેશમાં એક લાખ 70 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જે રોગચાળો ફાટતા એક દિવસમાં સૌથી વધુ દર્દીઓ સંક્રમિત થયા છે. મૃત્યુની સંખ્યા પણ સતત ભયાનક રીતે વધી રહી છે. એકલા સોમવારે જ કોરોનાથી દેશભરમાં 900થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં નવા ચેપ લાગતાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સોમવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 1,68,912 નવા કેસ નોંધાયા છે, જેનો અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ દેશમાં કુલ ચેપનો આંક વધીને 1, 35, 27,717 પર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી 904 લોકોનાં મોત થયાં છે . કોવિડથી મૃત્યુઆંક વધીને 1,70,179 પર પહોંચી ગયો છે. છેલ્લા 6 મહિનામાં એક જ દિવસે જીવ ગુમાવનારા લોકોની આ સૌથી મોટી સંખ્યા છે. આ અગાઉ ગયા વર્ષે 17 ઓક્ટોબરે સૌથી વધુ 1,032 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

વિશ્વભરમાં નવા કોરોના દર્દીઓ બનવાના કિસ્સામાં, ભારત અમેરિકા અને બ્રાઝિલને પાછળ રાખીને નંબર વન પર પહોંચી ગયું છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ નંબરે, બ્રાઝિલ બીજા નંબરે અને ભારત ત્રીજા નંબરે છે. ભારત બ્રાઝિલને પાછળ છોડી બીજા નંબર પર પહોંચી ગયું છે. સોમવારે, યુ.એસ. માં 47,864 નવા દર્દીઓ, ભારતમાં 69,914 અને બ્રાઝિલમાં 37,537 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં હાલમાં દોઢ કરોડથી વધુ નવા કોરોના દર્દીઓ મળી રહ્યા છે.

Most Popular

To Top