Comments

શિપયાર્ડ કૌભાંડ પાછળ સરકારી બેન્કોની ભૂમિકા

એબીજી શિપયાર્ડ પર સરકારી બેન્કોને 22000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનો આરોપ છે. આ કંપનીએ છેલ્લા 16 વર્ષોમાં 165 જહાજ બનાવ્યા હતાં જેમાંથી 46ની નિકાસ કરી હતી. આટલી મોટી સંખ્યામાં નિકાસ દર્શાવે છે કે કંપની મજબૂત હતી. આ ઉપરાંત કંપનીને આંતરરાષ્ટ્રીય જહાજરાની રેટીંગ એજેન્સીઓ જેમ કે લોય્ડ્સ, બ્યૂરો વૈરિટાસ, અમેરિકન બ્યૂરો ઓફ શિપિંગ અને અન્ય દ્વારા સારી રેન્કીંગ આપવામાં આવી હતી. તેનાથી ફરીથી જાણવા મળે છે કે કંપની મજબૂત હતી.

પણ વર્ષ 2008ના વૈશ્વિક સંકટે કંપનીને આંચકો આપ્યો હતો. તેમના દ્વારા બનાવેલા જહાજોની માગ ઓછી થઈ અને કંપનીને ખોટ જવા લાગી. વર્ષ 2013માં કંપનીએ લીધેલાં ઋણને નોન પર્ફોર્મિંગ એસેટ એટલે જોખમની લોન બતાવવામાં આવી હતી. ત્યારે પણ તેની ઉપર કોઈ કૌભાંડનો આરોપ ન હતો. ત્યારબાદ કંપનીના 2016ના ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કંપનીના હિસાબો પારદર્શક રીતે રજૂ કરવામાં આવ્યા છે, જોકે કંપનીને નુકસાન થયું હતું. ફરીથી કૌભાંડના કોઈ સંકેત ન હતાં. જાન્યુઆરી 2018માં આ કંપનીને લોન આપતી બેંકોની બેઠકમાં કંપનીના ખાતાઓનું ફોજદારી ઓડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કામ માટે આંતરરાષ્ટ્રીય કન્સલ્ટિંગ કંપની અર્ન્સ્ટ એન્ડ યંગની નિમણૂક કરવામાં આવી હતી. અર્ન્સ્ટ એન્ડ યંગે જાન્યુઆરી 2019માં પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે કેટલીક રકમ કંપનીની વિદેશી સબસિડીરીઓ મારફતે તેના ડિરેક્ટર વગેરેના અંગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પરંતુ આ કૌભાંડ કેટલી હદે થયું તેની જાહેર માહિતી અત્યારે મારી પાસે ઉપલબ્ધ નથી.

એબીજી શિપયાર્ડને ઋણ આપતી બેંકો મુખ્યત્વે સરકારી બેંકો છે. આઈસીઆઈસીઆઈ બેંક તેમની મુખ્ય બેંક છે એટલે કે આઈસીઆઈસીઆઈ બેંક પાસે આ વિશાળ ઋણના સંચાલનની મુખ્ય જવાબદારી હતી. અન્ય જાહેર ક્ષેત્રની બેંકો જેમ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક વગેરે મુખ્યત્વે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને અનુસરી રહી હતી. ખાસ વાત એ છે કે આ સમગ્ર એપિસોડમાં આઈસીઆઈસીઆઈ બેંકે મૌન સેવ્યું છે.

જાન્યુઆરી 2018માં સ્ટેટ બેંક દ્વારા ફોજદારી ઓડિટ કરવાની પહેલ કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતે બે ફરિયાદો વિશે વાત કરી અને અંતે અનુક્રમે નવેમ્બર 2019, ઓગસ્ટ 2020 અને ઓગસ્ટ 2021માં સીબીઆઈ તપાસ. તે સ્પષ્ટ છે કે આઈસીઆઈસીઆઈ બેંક જેની મુખ્ય જવાબદારી આ ઋણનું પ્રબંધન કરવાની હતી તે ચૂપચાપ બેસી રહી હતી અને હાલમાં પણ મૌન બેઠી છે. આઈસીઆઈસીઆઈ બેંકનો ઈતિહાસ પણ આત્મવિશ્વાસની પ્રેરણા આપતો નથી. 2018માં તે સમયે તેની ચીફ ચંદા કોચરના પતિ દીપક કોચરના વીડિયોકોન કંપની સાથે અંગત સંબંધો હતા. આઈસીઆઈસીઆઈ બેંકે વીડિયોકોનને ઋણ આપ્યું હતું. તેથી એવી શંકા હતી કે લોન આપવામાં યોગ્ય કાળજી લેવામાં આવી નથી. આ કેસમાં ચંદા કોચરને હટાવવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે આઈસીઆઈસીઆઈ બેંકમાં બધુ બરાબર નથી.

એબીજી શિપયાર્ડ મૂળભૂત રીતે એક મજબૂત કંપની હતી જે તેની નિકાસમાં દેખાય છે જ્યાં તેણે નિકાસ કરેલા જહાજોને વૈશ્વિક એજન્સીઓ દ્વારા સારી રીતે રેટીંગ આપવામાં આવી હતી. એવું લાગે છે કે તેઓએ તેમની ક્ષમતા કરતા વધુ કામનું વિસ્તરણ કર્યું હતું જેમ કે જો કાર ખૂબ ઝડપથી ચલાવવામાં આવે તો તે ગરમ થાય છે. તેવી જ રીતે આ કંપની કદાચ તેની મહત્વાકાંક્ષાને કારણે 2008ની કટોકટી પછી ખોટમાં આવી હતી. એક કહેવત છે કે વાણિયાના બે પૂર્ણિમાના દિવસો સરખા હોતા નથી. તેથી 2008ની કટોકટી બાદ કંપનીને થયેલું નુકસાન કોઈ ખાસ વાત નથી. ખાસ વાત એ છે કે 2013માં કંપનીને આપવામાં આવેલી લોન નોન-પર્ફોર્મિંગ બની હતી ત્યારથી અત્યાર સુધી સરકારી નેતૃત્વવાળી બેંક આઈસીઆઈસીઆઈ સંપૂર્ણ રીતે ચૂપ છે. આ અગાઉ પણ આપણા દેશમાં વિજય માલ્યા, નીરવ મોદી, આઈએલએફએસ, પીએસબી બેંક વિગેરે જેવી જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા ઘણા કૌભાંડો કરવામાં આવ્યા છે. તેથી રાજ્ય સંચાલિત આઈસીઆઈસીઆી બેંક દ્વારા આ મામલે મૌન રાખવા અંગે બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી. એબીજી શિપયાર્ડને એક વિશેષ ઘટના તરીકે ન ગણી, સરકારી બેંકોની મૂળભૂત માળખાકીય સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

વાસ્તવમાં સ્થિતિ એવી છે કે સરકારી બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સરકારી બેંકના પોતાના ઉદ્દેશ્યો વચ્ચે સંઘર્ષ છે. દાખલા તરીકે ધારો કે મુખ્ય અધિકારીને દર વર્ષે 2 કરોડ રૂપિયાનો પગાર મળે છે. 20 કરોડની લાંચ જોઈને જો કોઈ કંપની તેમને રૂ. 2,000 કરોડની સબસ્ટાન્ડર્ડ લોન આપવાનું કહે, તો મુખ્ય અધિકારી માટે સબસ્ટાન્ડર્ડ લોન આપવાનું ફાયદાકારક બને છે કારણ કે આગામી 10 વર્ષમાં તેઓ જેટલું કમાતે તેટલું એક જ દિવસમાં લાંચના રૂપમાં મળી જાય છે. બેંકને રૂ. 2000 કરોડનું નુકસાન થાય છે તો પણ આ બાબત તેમના અંગત નાણાકીય સ્વાર્થોને અસર નથી કરતી.

તેથી, સરકારી બેંકના વડા માટે લાંચ લેવી અને સબસ્ટાન્ડર્ડ લોન આપવી તે ફાયદાકારક છે. તેનાથી વિપરીત ખાનગી બેંકમાં જો તે જ કંપની તેના માલિકને 20 કરોડની લાંચ જોઈને 2,000 કરોડ રૂપિયાની સબસ્ટાન્ડર્ડ લોન આપવાનું કહે, તો તે માલિક માટે નુકસાનકારક છે કારણ કે 2,000 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. તેમનું અંગત નુકસાન પણ કારણ કે તેઓ કંપનીના માલિક છે. તેથી, જાહેર ક્ષેત્રની બેંકોના મુખ્ય કાર્યકારી અધિકારીના ઉદ્દેશ્યો બેંકના હિતોની વિરુદ્ધ હોઈ શકે છે, જ્યારે ખાનગી બેંકના મુખ્ય કાર્યકારી અધિકારીના ઉદ્દેશ્યો મૂળભૂત રીતે બેંકના હિતોને અનુરૂપ હોય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોના તમામ કૌભાંડો થતા રહ્યા છે અને હું નિશ્ચિતપણે કહી શકું છું કે તે થતા રહેશે કારણ કે જાહેર ક્ષેત્રની બેંકોનું માળખું એવું છે કે જેમાં ચીફ એક્ઝિક્યુટિવ માટે ભ્રષ્ટાતારમાં સામેલ થવું ફાયદાકારક છે.

આનો અર્થ એ નથી કે ખાનગી બેંકોમાં કોઈ કૌભાંડ નથી. પરંતુ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોના કૌભાંડોમાં અંતર છે. પહેલું એ કે ખાનગી બેંકમાં કૌભાંડ થાય તો તે રકમ પ્રજા પાસેથી ટેક્સ વસૂલવાથી ભરપાઈ થતી નથી, કારણ કે રિક્ષાચાલકને નુકસાન થાય તો સરકાર તેની ભરપાઈ કરતી નથી. બીજું અંતર એ છે કે ખાનગી બેંકોમાં જમાકર્તાઓ મોટાભાગે ઊંચા વ્યાજ દરોના લોભમાં પૈસા જમા કરાવે છે. તેથી તેમને આ ઊંચા વ્યાજ દરના જોખમનો ભોગ બનવું પડશે. ત્રીજું અંતર એ છે કે જો ખાનગી બેંકમાં કોઈ ગરબડ હોય, તો રિઝર્વ બેંક પાસે તેને સુધારવા માટે પૂરતી સત્તા છે જેમ કે ઘણી ખાનગી બેંકોના કિસ્સામાં કરવામાં આવી છે. આ કારણે ખાનગી બેંકોમાં ઉધઈ આખી બેંક ખાય છે, તે સરખામણીમાં ઓછી છે. તેથી, જાહેર ક્ષેત્રની બેંકોનું સંપૂર્ણ ખાનગીકરણ કરવાનો અને રિઝર્વ બેંકની નિયંત્રિત જમીનને મજબૂત કરવાનો સમય આવી ગયો છે, તો જ દેશ આવા કૌભાંડોથી બચી શકશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top