Top News

યુક્રેન હચમચી ઉઠયું, ઠેર ઠેર તબાહીના દ્રશ્યો

કિવઃ રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે સતત ચોથા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ સર્જાય છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ મચાવી રહ્યા છે. રવિવારની સવાર ફરી એક નવી મુશકેલી યુક્રેન માટે લઈને આવી છે. રશિયન સૈનિકોએ યુક્રેન પર ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. રશિયાએ બીજા સૌથી મોટા શહેર ખારકિવમાં ગેસ પાઈપલાઇન (Gas Pipeline) ઉડાવી દીધી છે. પાઈપલાઈન ફાટવાના કારણે ચારે તરફ ધુમાડો ફેલાયો છે. આ ઘુમાડાના કારણે વાતાવરણમાં ઝેરી હવા ફેલાઈ ગઈ છે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય રહી છે. આ ધમાકો એટલો જોરદાર હતો કે જેના સ્વરૂપે એક મશરૂમ ક્લાઉડ બની ગયું છે જે તબાહીનું કારણ પણ બની શકે છે.

સ્ટેટ સર્વિસ ઓફ સ્પેશિયલ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન પ્રોટેક્શન તરફથી રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલા પછી ચેતવણી આપવામાં આવી છે કે સ્થાનીક લોકો પોતાના ઘરની બારીઓ નહીં ખોલે આ સાથે ગેસ શ્વાસમાં ન જાય તે માટે લોકો પોતાના નાક પર ભીનું કપડુ મૂકી રાખે. આ સાથે લોકોએ બની શકે એટલું વધારે પાણી પી તેમજ ખોરાકમાં પણ પ્રવાહી વસ્તુ વઘુ આરોગે. એજન્સી પ્રમાણે 15 લાખની વસ્તીવાળા શહેર ખારકિવ રશિયાની સરહદથી આશરે 40 કિલોમીટર દૂર છે. રશિયાના સૈનિકોએ શહેરના કેન્દ્રથી 4 કિમી દૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટ્રીની બહાર પણ ગોળીબારી કરી છે.

બાઇડેને વઘુમાં જણાવ્યું છે કે યુક્રેનને લઈ રશિયા પર લગાવવામાં આવી રહેલાં પ્રતિબંધોનો એકમાત્ર વિકલ્પ ‘ત્રીજુ વિશ્વ યુદ્ધ’ની શરૂઆત જ હશે.
બાઇડેને પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે રશિયાની સાથે યુદ્ધ લડવામાં આવે અને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરવામાં આવે. આ સાથે તેઓએ બીજો વિકલ્પ આપતાં જણાવ્યું કે નક્કી કરવામાં આવે કે જે દેશ આંતરરાષ્ટ્રીય કાયદાથી વિપરીત કામ કરે, તેને આમ કરવા માટે એક કિંમત ચુકવવી પડે. બાઈડેને કહ્યુ કે એવી કોઈ જાહેરાત ન કરવામાં આવી જે તત્કાલ હોય. મને લાગે છે કે આર્થિક અને રાજદ્વારી પ્રતિબંધ ઈતિહાસમાં સૌથી વ્યાપક પ્રતિબંધ છે. યુક્રેન હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને યુરોપીયન યુનિયને રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકા, બ્રિટન અને યુરોપીયન યુનિયને રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને આર્મી ચીફની સંપત્તિઓ જપ્ત કરવાની જાહેરાત કરી છે.

Most Popular

To Top