Vadodara

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ખરાખરીનો જંગ જામશે

વડોદરા : વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી આવતીકાલ તા.21.12.2021 મે મંગળવારના રોજ સવારે 9.00 કલાકે હાથ ધરવામાં આવશે. વડોદરા જિલ્લામાં મત ગણતરી માટે વડોદરા,પાદરા,કરજણ,શિનોર, ડભોઈ, વાઘોડિયા,સાવલી અને ડેસર સહિત તાલુકા કક્ષાએ આઠ સ્થળોએ 27 હોલમાં કરવામાં આવશે.મતગણતરી માટે 668 મત ગણતરી સ્ટાફ,464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 સેવકો ફરજ બજાવશે.મતગણતરી 136 ટેબલ રાખવામાં આવ્યા છે.

એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર શ્રી કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થયું હતું.જિલ્લામાં રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 1,83,200 પુરુષ અને 1,67,376 સ્ત્રી સહિત કુલ 3,50,576 મતદારોએ મતદાન કર્યું હતું.ગ્રામ પંચાયત ચૂંટણીમાં પુરુષ મતદાન 83.12 ટકા જ્યારે સ્ત્રી મતદાન 81 ટકા સહિત કુલ 82.09 ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે પાદરા અને કરજણ તાલુકાના બે ગામની પેટા ચૂંટણીમાં 807 પુરુષ અને 697 સ્ત્રી સહિત કુલ 1504 મતદારોએ મતદાન કર્યું હતું.

દશરથ બ્રિજ નીચેથી ફર્ટિલાઈઝર સુધીનો રોડ બંન્ને સાઈડ નો-પાર્કિંગ જાહેર કરાયો

ડોદરા જીલ્લાની ગ્રામપંચાયતની યોજાનાર મત ગણતરીને અનુલક્ષીને ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તે હેતુથી શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.જેમાં મંગળવારે સવારે 5 કલાકેથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી નેશનલ હાઇવે નંબર 48નો સર્વિસ રોડ-દશરથ બ્રીજ પાસેના એચપી પેટ્રોલ પંપથી શરૂ કરી જીપ કંપનીના શોરૂમ સુધીનો સમગ્ર સર્વિસ 16 તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.તેમજ દશરથ બ્રિજ નીચેથી ફટીલાઈઝર સુધી રોડની બન્ને સાઈડ એ સંપૂર્ણપણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

જીલ્લાની ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી,વિભાજન, મધ્યસત્ર પેટાચૂંટણી 2021 ની મતગણતરી દશરથ બ્રિજ છેડા પાસે આવેલ એમ.પી.પટેલ હાઇસ્કૂલ દશરથ ખાતે થશે.જે મતગણતરી દરમિયાન ચૂંટણીનું પરિણામ જાણવા માટે અનગઢ, કોટણા, દામાપુરા , સાંકરદા, નંદેશરી, ધનોરા, બાજવા, તલસટ, ખલીપુર, મારેઠા સહિત સયાજીપુરા ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાની સંભાવના છે. ત્યારે આ પ્રસંગે જાહેર જનતાને કોઈ અગવડ ઊભી ન થાય અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથીનો પાર્કિંગ નો એન્ટ્રી અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જેમાં મંગળવારે મતગણતરીના દિવસે સવારના 5:00 કલાકે થી મતગણતરી ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દશરથ બ્રિજ નીચેથી ફટીલાઈઝર સુધી રોડની બન્ને સાઈડ એ તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.તેમજ નેશનલ હાઇવે નંબર 48નો સર્વિસ રોડ દશરથ બ્રીજ પાસેના એચપી પેટ્રોલ પંપ થી શરૂ કરી જીપ કંપની ના શોરૂમ સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે.જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા અંગે નેશનલ હાઇવે નંબર 48 ઉપર થઈ અમદાવાદ કે વડોદરા શહેર સુરત તરફ જઇ શકાશે અને જીએસએફસી કંપની તરફથી દશરથ બ્રિજ તરફ આવતો સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે.

Most Popular

To Top