Vadodara

શહેરમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ આવ્યો

વડોદરા : વડોદરા શહેરમાં વધુ એક ઓમિક્રોનનો કેસ મળી આવતા શહેરમાં કુલ ઓમિક્રોનના પોઝિટિવ દર્દીઓનો આંક ત્રણ પર પહોંચ્યો છે. યુકે થી મુંબઈ એરપોર્ટ પર ઉતરેલ શહેરના તાંદલજા વિસ્તારની 27 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વડોદરા પરત ફરતા ફરીથી ટેસ્ટ કરાયો હતો.જે પોઝિટિવ આવ્યો હતો.જેથી શંકાસ્પદ ઓમિક્રોન તરીકે સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.જેનો રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી.હાલ યુવતીને ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશન હેઠળ રાખવામાં આવેલ છે.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ગત તારીખ 13 ડિસેમ્બરે તાંદલજા વિસ્તારની 27 વર્ષીય યુવતી યુકે થી મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી.જ્યાં હાલ સરકારના નિયમ અનુસાર તેણીનો મુંબઈ એરપોર્ટ પર પરીક્ષણ કરાયું હતું.જોકે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.આગમનના બીજા દિવસે તાવ આવતા ટેસ્ટ કરાવ્યો હતો.જેમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના જીનોમ માટે નમૂના તેજ દિવસે તપાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા.જેનો સોમવારે રિપોર્ટ આવતા ઓમિક્રોન વેરીએન્ટ મળી આવ્યા હતા. આ યુવતી હોમ આઈસોલેશનનું પાલન કરતી હતી અને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ હતી. નોંધનીય છે કે આ પહેલા નોન હાઈરિસ્ક કહેવાતી કન્ટ્રીઝ ઝામ્બિયાથી આવેલ દંપતિ પણ ઓમિક્રોન ગ્રસ્ત હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું.

ચિકનગુનિયા 5,મલેરિયા 2, તાવના 20, કોલેરા 1 અને ઝાડાના 9 કેસ

વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુનો એકપણ કેસ મળી આવ્યો ન હતો. હતા.જ્યારે  ચિકનગુનિયાના 5 કેસ,મેલેરિયાના 2 કેસ અને કોલેરાનો 1 કેસ નોંધાયો હતો.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 2,416 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 1,652 પર પહોંચ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.

જેમાં ઝાડાના 9 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 20 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 186 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 186 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 26 સેમ્પલમાંથી આજે એક પણ કેસ ડેન્ગ્યુનો પોઝિટિવ મળી આવ્યો ન હતો. જ્યારે ચિકનગુનિયાના 25 સેમ્પલો પૈકી 5 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા.

શહેરમાં વીતેલા 24 કલાકમાં કોરોનાં પોઝિટિવના નવા 12 દર્દી નોંધાયાં

વડોદરા શહેરમાં વીતેલા 24 કલાકમાં કોરોનાં પોઝિટિવના નવા 12 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 72,528 ઉપર પહોંચ્યો છે. સોમવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાંને કારણે એકપણ દર્દીનું મોત નહીં નોંધાતા અત્યાર સુધીમાં મરણની સંખ્યા 623 પર સ્થિર રહી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 5,210 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 12 પોઝિટિવ અને 5,198 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 99 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 95 દર્દીઓની હાલત સ્થિર છે.

જ્યારે 4 દર્દીની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 2 અને 2 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 431 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 17 વ્યક્તિને રજા આપવામાં આવી હતી.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 71,806 ઉપર પહોંચી હતી.જ્યારે શહેરમાં ગોત્રી, ગાજરાવાડી, ડભોઇ ,કપુરાઈ અને દિવાળીપુરામાંથી કેસ નોંધાયા હતા.રવિવારે 17 દર્દીને રજા આપવામાં આવી હતી.

Most Popular

To Top