Business

ઢિંઢોરા ફરી વાગશે, ભુવન બામનો ‘વન મેન આર્મી’ અંદાજ બીજી સીઝનમાં પણ જોવા મળશે

ભુવન બામની લોકપ્રિય વેબ સિરીઝ ‘ઢિંઢોરા’ની બીજી સીઝનની તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. પહેલી સીઝનમાં પોતાના અલગ-અલગ પાત્રો અને કોમેડીથી દર્શકોનું મનોરંજન કરનાર ભુવન બામ હવે બીજી સીઝન સાથે ફરી પરત ફરી રહ્યા છે. ‘ઢિંઢોરા 2’માં પણ તેઓ પોતાના જાણીતા ‘વન મેન આર્મી’ અંદાજમાં અનેક પાત્રો ભજવતા જોવા મળશે. 2021માં ‘ઢિંઢોરા’ની પહેલી સીઝન રિલીઝ થઈ હતી. આ સિરીઝમાં ભુવન બામે એક જ શોમાં અલગ-અલગ પાત્રો ભજવીને દર્શકોને ચોંકાવી દીધા હતા. તેમના દરેક પાત્રની બોલવાની રીત, હાવભાવ અને વ્યક્તિત્વ અલગ રાખવામાં આવ્યું હતું, જેના કારણે સિરીઝને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

હવે પાંચ વર્ષ બાદ ‘ઢિંઢોરા’ની બીજી સીઝન સાથે ભુવન બામ ફરી એ જ અંદાજમાં જોવા મળશે. ‘ઢિંઢોરા 2’નું શૂટિંગ મે 2026માં પંજાબ અને મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું હતું. નવી સીઝનની વાર્તા અને પાત્રો અંગે હાલમાં વધારે માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ પહેલી સીઝનની જેમ બીજી સીઝનમાં પણ ભુવન બામની કોમેડી અને અનેક પાત્રો મુખ્ય આકર્ષણ રહેવાની શક્યતા છે. ‘ઢિંઢોરા 2’ હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. જોકે, સિરીઝની સત્તાવાર રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. એટલે દર્શકોને નવી સીઝન માટે થોડો વધુ સમય રાહ જોવી પડશે.

આ સિરીઝમાં ભુવન બામ માત્ર અભિનેતા તરીકે જ નહીં, પરંતુ લેખક અને પ્રોડ્યુસર તરીકે પણ જોડાયેલા છે. એટલે ‘ઢિંઢોરા’ની વાર્તાથી લઈને તેના પાત્રો અને રજૂઆત સુધીમાં તેમની મહત્વની ભૂમિકા છે. પહેલી સીઝનમાં જે પ્રકારની કોમેડી, અલગ-અલગ પાત્રો અને ભુવન બામની પોતાની સ્ટાઈલ જોવા મળી હતી, તે જ અંદાજને આગળ વધારવાનો પ્રયાસ બીજી સીઝનમાં પણ કરવામાં આવ્યો છે. હવે ‘ઢિંઢોરા 2’ની સત્તાવાર રિલીઝ ડેટની જાહેરાત ક્યારે થાય છે અને નવી સીઝનમાં ભુવન બામ કયા નવા પાત્રો સાથે દર્શકોનું મનોરંજન કરશે તેના પર સૌની નજર છે.

Bhuvan Bam, Dhindhora 2, Netflix, Web Series, Indian OTT

Most Popular

To Top