National

જમ્મુ કાશ્મીરમાંથી ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીને જીવતો પકડ્યો, ખુલ્યા મોટા રહસ્યો

જમ્મુ કાશ્મીર(Jammu Kashmir): ભારતીય સેના(India Army)એ એક પાકિસ્તા(Pakistan)ની આતંકવાદી(terrorist)ને પકડી લીધો છે. પકડાયા બાદ આ પાકિસ્તાની આતંકવાદીએ ઘણા ખુલાસા કર્યા છે. આતંકવાદીએ જણાવ્યું કે તેને ભારતીય ચોકી(Indian post) પર હુમલો કરવા માટે 30 હજાર પાકિસ્તાની રૂપિયા એટલે કે ભારતીય રૂપિયા મુજબ 10 હજાર 980 રૂપિયા મળ્યા છે. આ પૈસા તેને પાકિસ્તાની કર્નલ દ્વારા આપવામાં આવ્યા હતા. તેણે વીડિયોમાં આ બાબતો કબૂલી છે. આ આતંકવાદી ભારતીય સેનાના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે રાજૌરીમાં નિયંત્રણ રેખા પાસે ઘૂસણખોરી દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી.

  • સરહદની વાડ કાપતી વખતે આતંકવાદી ઝડપાયો
  • ભારતીય ચોકી પર હુમલો કરવા 30 હજાર પાકિસ્તાની રૂપિયા મળ્યા
  • પાકિસ્તાની કર્નેલે પૈસા આપીને ભારતીય ચોકી પર હુમલાનો ટાર્ગેટ આપ્યો

અહેવાલો અનુસાર, 21 ઓગસ્ટના રોજ આતંકવાદી તબરક હુસૈન તેના 4-5 સાથીઓ સાથે એલઓસી બોર્ડર પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. તે ભારતીય ચોકી પાસે વાયર કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે સૈનિકોએ તેને જોયો. સૈનિકોએ તેને પડકાર્યો, ત્યારબાદ તબરકે ભાગવાનો પ્રયાસ કર્યો. ગોળીબારમાં તે ઘાયલ થયો હતો અને જીવતો પકડાયો હતો.પરંતુ તેના બાકીના સાથીઓ ગાઢ જંગલોના આવરણમાં ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત તબરકને સારવાર આપવામાં આવી હતી. સ્વસ્થ થવા પર તેણે નિવેદન આપ્યું અને કહ્યું કે તે પાકિસ્તાનના કોટલી જિલ્લામાં રહે છે. તેણે પૂછપરછ દરમિયાન ભારતીય ચોકી પર હુમલાનું ષડયંત્ર શું હતું તે અંગે ખુલાસો કર્યો હતો. આતંકવાદી તબરક હુસૈને જણાવ્યું કે તેને આર્મી ચોકી પાસે હુમલો કરવાનું કહેવામાં આવ્યું હતું.

6 વર્ષ પહેલા પણ ધરપકડ કરવામાં આવી હતી
તબરાકે જણાવ્યું કે પાકિસ્તાની કર્નલ યુનુસ ચૌધરીએ તેને ભારતીય ચોકી પર હુમલો કરવા મોકલ્યો હતો. આ માટે તેણે 30 હજાર પાકિસ્તાની રૂપિયા પણ આપ્યા હતા. હવે તે તેના ભાઈ હારુન અલી સાથે આવ્યો હતો. તેના સાથીઓ સાથે તેણે ભારતીય ચોકી પર નજર રાખી હતી, જેથી જો તક મળે તો તેના પર હુમલો કરી શકાય. કર્નેલે આ ટાર્ગેટ એ જ દિવસે આપ્યો હતો જ્યારે ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય સેના દ્વારા 2016માં આ જ વિસ્તારમાંથી તબરકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તે તેના ભાઈ હારૂન અલી સાથે આવ્યો હતો. જો કે, ત્યારબાદ સેનાએ તેને માનવતાના ધોરણે છોડી દીધો હતો. નવેમ્બર 2017માં તેને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો હતો.

Most Popular

To Top