Vadodara

ભાજપનાે અગ્રણી દર્પણ શાહને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી દબોચી લીધો

વડોદરા: વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર સુખધામ રેસીડેન્સી નામની સાઈટમાં મનીષ શાહ અને તેના ભાઈએ વર્ષ 2015માં રૂ. 1.10 કરોડ ચૂકવી બે ડુપ્લેક્સ બુક કરાવ્તા કબ્જો સોપવામાં આવ્યો હતો. દસ્તાવેજ બાબતે અનેક વખત વાતચીત કરતા બિલ્ડર દર્પણ શાહે ઉડાઉ જવાબ આપીને દસ્તાવેજ તો ક્યારેય નહી કરી આપુ એવી ધમકી આપી હતી. ઠગ બિલ્ડરોને કાયદાના પાઠ ભણાવવા પોલીસ ફરિયાદ કરતા કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે ક્રીશ રિયાલિટી ના બિલ્ડર દર્પણ હરીશભાઈ શાહ તેમજ અન્ય ભાગીદારો માર્ગી (પત્ની) દર્પણ શાહ, હિતેશ માખીજા, અમીષ પટેલ, મિહિર પટેલ, યતીન શાહ અને દર્પણના બનેવી હિરેન બક્ષી (જે હાલ મા વિદેશમાં છે)સામે ગુનો નોંધ્યો હતો.

આ ભેજાબાજ બિલ્ડરે અન્ય છ મિલકત વાચ્છૂકો સાથે પણ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી થી છેતરપિંડી કરી હતી.
ગુનો દાખલ થતાં જ દર્પણ શાહે કરેલા આગોતરા જામીન પણ રદ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડ ની સૂચના મુજબ એક સાથે ચાર ટીમ દર્પણ શાહને ઝડપી પાડવા સુરત, દમણ, નાથદ્વારા, હૈદરાબાદમાં દોડ ધામ મચાવી હતી આખરે અમદાવાદ સ્થિત આરટીઓ પાસે આવેલ મેટ્રોપોલ હોટેલમાં છુપાયો હોવાની બાતમી મળતાં જ પીઆઇ વી બી આલ અને તેમની ટીમ ધસી ગઈ હતી. કરોડો રૂપિયાનો મનાતો માલિક દર્પણને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઊંઘમાં જ દબોચી લીધો હતો. આશરે છ માસ થી વોન્ટેડ દર્પણ શાહ પોલીસ ને હાથ તાળી આપીને નાસતો ફરતો હતો.

સુખધામ સ્કીમમાં બનાવટી દસ્વાવેજ બનાવીને વિશ્વાસઘાત જ થાય છે
સ્કિમમા ગેરકાનૂની બાંધકામ, એક મિલકતનો બાનાખત કે દસ્તાવેજ કર્યાં બાદ મિલ્કત ધારકની જાણ બહાર અન્ય ને વેચી નાખવા. બનાવટી દસ્તાવેજ ઉભા કરી ને લોન લઈ ને વિશ્વાસઘાત કરવાની અગણિત ફરીયાદ પોલિસ સામે આવી હતી. પણ દર્પણ શાહ આણી મંડળી વિરુદ્ધ પોલિસ કૂણું વલણ અપનાવ્યું હતું અથવા હાથ કદાચ બહુ જ ટૂંકા પડતા હતા. કારણ કે પોલીસખાતામાં પણ છેક ઊપર સુધી વગ ધરાવતો હોવાથી કરોડોના કૌભાંડ પર ઢાંકપિછોડો કરવાના તમામ પ્રયાસ થઇ ચુક્યા હતા પરંતુ ઠગ ટોળકીના કરતૂતોનો રેલો ગાંધીનગર સુઘી પહોચતા તંત્ર ને નાછૂટકે દોડવું પડ્યું હતું.

દર્પણ શાહને ભાજપના યુવા મોરચાના હોદ્દેદારની અગાઉ જવાબદારી પણ આપવામાં આવી હતી
સુખધામ કરતા દુખધામ નામે વધુ ઓળખાતી બિલ્ડર દર્પણ શાહની ઠગ ટોળકીની કરોડો ની સ્કીમના કૌભાંડ જગજાહેર હતા. પરંતું ગાંધીનગર સુધી વગ ધરાવતા બિલ્ડર અને તેના ભાગીદારો વિરૃદ્ધ અગણિત ગુનાના પુરાવા હોવા છતા ભાજપના મોટા નેતાઓ સાથે ઘરોબો ધરાવતા દર્પણ શાહને છોટાઉદેપુર જિલ્લામાં પંચાયતની ચૂંટણી દરમિયાન ભાજપના યુવા મોરચાના હોદ્દેદારની અગાઉ જવાબદારી આપવામાં આવી હતી. જ્યારે હાલમાં પણ તે બોડેલી એપીએમસીનો ડિરેક્ટર છે.
સ્કીમમાં છેતરાયેલા સેંકડો ગ્રાહકોની છ માસથી તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસે છે?

સન 2019 થી સુખધામ રેસીડન્સી સુખધામ સિગ્નેચર સુખધામ આશ્રયનની સ્કીમમાં છેતરાયેલા સેંકડો ગ્રાહકોએ પાણીગેટ પોલીસ મથકમાં અરજીઓ આપી છે પરંતુ ત્રણ વર્ષ સુધીમાં ભેજાબાજ દર્પણ શાહ વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી એ તો ઠીક છે ભાવના પટેલ ના મકાન નંબર 501 બાંધકામ જ કરી આપ્યું નથી. ત્રસ્ત ગ્રાહકે નાછૂટકે કોર્ટના દરવાજા ખખડાવતા અદાલતે બિલ્ડર વિરુદ્ધ કેસ દાખલ કરવા હુકમ કર્યા બાદ પોલીસે આળસ ખંખેરી હતી. રાજેન્દ્ર તલકચંદ્ર શાહ વિરુદ્ધ એમ કેસ નંબર ૧/૧૮ મુજબ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ વાત કરવાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસ મથકમાં જ vip સર્વિસ આપીને દર્પણને જામીન મુક્ત કરાયો હતો. બે ડઝનથી વધુ અરજીઓનો નિકાલ કરવાના બદલે હાલમાં કેટલીક અરજીઓની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું .

Most Popular

To Top