Dakshin Gujarat

વલસાડમાં ચોરોએ પાંચ બંધ મકાનના તાળાં જોયા અને તૂટી પડ્યા

વલસાડ : વલસાડના (Valsad) મોગરાવાડીમાં પરિવાર ફ્લેટ બંધ કરીને રાજસ્થાન ગયો હતો. જેનો લાભ લઈ તસ્કરોએ ઘરનું તાળું તોડીને પ્રવેશ કરીને બેડરૂમમાં મૂકેલા સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.૧.૧૨ લાખની ચોરી (Theft) કરી ગયા હતા. એક સાથે આ વિસ્તારમાં પાંચ જેટલા ઘરના તાળાં તૂટ્યા છે, જેમાં ૩ જેટલા ચોર ચોરી કરતા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે. જે વિડીયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ પણ થયો છે. આ બનાવ અંગેની ફરિયાદ નોંધાઇ છે.

  • મોગરાવાડીનો પરિવાર ફ્લેટ બંધ કરીને રાજસ્થાન ગયો અને તસ્કરો તાળું તોડીને ૧.૧૨ લાખની ચોરી કરી ગયા
  • પાંચ ઘરના તાળાં તૂટ્યા, જેમાં ૩ ચોર ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી નાથુ ભાઈ કોમ્પ્લેક્સ ફ્લેટ નં. 305ના ત્રીજા માળે રહેતો જોગરાજ ભાવજી પુરોહિત મુંબઈમાં કપડાંની દુકાનમાં નોકરી કરે છે. ગત તા.14/4/2020 ના રોજ ફ્લેટમાં તાળું મારી જોગરાજ પોતાના પરિવાર સાથે રાજસ્થાન ગયો હતો. ત્યારે તસ્કરોએ તેના બંધ ફ્લેટનું તાળું તોડીને ઘરમાં પ્રવેશી બેડરૂમના કબાટમાંથી સોનાની ચેઈન, સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાની રીંગ અને ચાંદીના જાંજર મળીને કુલ રૂ.૧.૧૨ લાખની તસ્કરો ચોરી કરી ભાગી ગયા હતા. આજ વિસ્તારમાં બે-ચાર દિવસ પહેલાં 5 જેટલા ઘરના તાળાં તૂટ્યા હતા. જેમાં એક ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ત્રણ જેટલા તસ્કરો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઇ છે.

Most Popular

To Top