SURAT

સુરતનાં 18 કારીગરોએ 95 દિવસમાં સ્વામિનારાયણ ભગવાનના ગોલ્ડન વાઘા તૈયાર કર્યા

સુરત: સુરત(Surat)માં યોજાયેલી પાટીદાર સમીટ(Global Patidar Business Summit)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ પાટીદારોને જ આકરા વેણ કહ્યા હતા. સમીટને વર્ચ્યુઅલ ઉદબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત શબ્દોમાં ટકોર કરી હતી કે, આજકાલ તમારા છોકરાઓ ઝંડા લઈને મુર્દાબાદ, મુર્દાબાદ કરતા નીકળી પડે છે, તો તેમને સમજાવો કે જ્યોતિગ્રામ યોજના આવી એ પહેલાં કેવા અંધારામાં રહેતા હતા! નારેબાજી કરનારને ભૂતકાળ યાદ કરાવો, જેથી વાસ્તવિકતાનો ખ્યાલ આવે.

  • ઝંડા લઈને મુર્દાબાદ કરતાં તમારા છોકરાંઓને સમજાવો કે પહેલા કેવા અંધારામાં રહેતા હતા: મોદી
  • બાદમાં વાતને વાળતાં મોદીએ કહ્યું કે, મને પાટીદારોમાં ભરોસો છે, તમે નાના શહેરોને આગળ લાવવા માટે મહેનત કરો

આજકાલ અમારો વિરોધ કરતાં અને અમારી વિરુદ્ધ નારેબાજી કરતાં તમારા છોકરાઓને સમજાવો કે, પહેલા કેવા દિવસો હતાં. વીજળી પણ પૂરતી મળતી નહોતી. પાણીની સ્થિતિ કેવી હતી એ કહેવાની જરૂર નથી.સરકારે કેટલી મહેનત કરીને આ પ્રગતિમાં સૌને સાથે રાખ્યા એ પણ ન ભૂલવું જોઈએ.

નાના શહેરોને આગળ લાવવા માટે મહેનત કરો: મોદી
આકરા વેણ બોલ્યા બાદ સ્થિતિને વાળતા વડાપ્રધાને પાટીદાર સમાજની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, આપણે સૌએ ગુજરાતના વિકાસને ફેલાવવો જોઈએ.છે. મોટા શહેરો જ નહીં નાના શહેરોનો વિકાસ થવો જોઈએ. ગુજરાતના વિકાસને ફેલાવવા માટે નાના શહેરોને પણ વિકસિત કરવા જરુરી છે. હવે ગુજરાતના 12-14 મોટા શહેરો નહીં પણ 30 થઈ 35 નાના, અને ટાયર ટુ કક્ષાના શહેરોનો વિકાસ કરી, ત્યાં રોજગારનું સર્જન કરવું જોઈએ. સમાજના મોભીઓ તેમાં રોકાણ કરે. તમે કરી શકો છો એટલે કહું છું. જે કરી શકે તેને જ કહેવાય. મને તમારામાં ભરોસો છે. તમે નાના શહેરોને આગળ લાવવા માટે મહેનત કરો.

વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને યાદ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણના પ્રારંભમાં સરદાર પટેલને યાદ કરતાં કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી વખતે કહ્યું હતું કે, દેશમાં સંપદાની કોઈ અછત નથી. આપણે માત્ર આપણા મગજનો સદઉપયોગ વિઝન સાથે આગળ વધવું જોઈએ. આપણે એક સંકલ્પ સાથે કોઈ કામની શરૂઆત કરીશું તો પરિણામ ચોક્કસ મળવાનું છે. માટે સરદાર સાહેબની વાતને ન ભૂલવી જોઈએ. નવી દિશામાં ધો. 8થી 10 ક્ષેત્રને પસંદ કરીને તેમાં કેવી રીતે આગળ વધી શકાય તે માટેના ગ્રુપ બનાવવા જોઈએ. તેમાં સરકારની નીતિઓમાં શું ઉણપ છે તેનું પણ સંશોધન કરીને સરકારનું ધ્યાન દોરવું જોઈએ. તમે પ્રેઝન્ટેશન તૈયાર કરો. હું એ જોવા માટે ખાસ સમય ફાળવીશ એમ પણ વડાપ્રધાને કહ્યું હતું.

તમે ભલે ઉદ્યોગપતિ બન્યા પણ મૂળિયા તો ખેતીમાં જ છે: નરેન્દ્ર મોદી
આધુનિક ખેતી પર ભાર મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,તમારામાંથી ઘણા હવે ઉદ્યોગપતિ બન્યા છે. પરંતુ, મૂળિયા તો ખેતીમાં જ છે. આપણી ખેતી પાછળ રહી જાય. એ કેમ ચાલે. ખેતી ક્ષેત્રમાં વિકાસની ખૂબ મોટી તકો રહેલી છે. ખેતીને પણ અત્યાધુનિક બનાવવી જોઈએ. આપણને શામાટે વિદેશથી 80 હજાર કરોડનું તેલ આયાત કરવું પડે છે? ખેતીમાં પણ આત્મનિર્ભર બનવાની જરૂર છે. ફૂડ પ્રોસેસિંગ અને નેચરલ ફાર્મિંગમાં વ્યાપારિક તકો ખૂબ છે. માટે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા જોઈએ.

95 દિવસમાં 36 કિલો ચાંદીમાંથી બનેલા સ્વામિનારાયણ ભગવાનના વાઘાને ગોલ્ડન ટચ સાથે તૈયાર કરાયાં
સુરતમાં યોજાયેલી સમિટમાં 18 કારીગરોએ ભેગા મળી 95 દિવસમાં 36 કિલો ચાંદીમાંથી બનેલા સ્વામિનારાયણ ભગવાનના વાઘાને ગોલ્ડન ટચ સાથે તૈયાર કરી પ્રદર્શનમાં રજૂ કર્યા છે. જવેલરી મેન્યુફેકચર્સ એસોસિએશન સાથે સંકળાયેલા કારીગરોએ ભગવાનના અલંકારો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવના સાથે બનાવતા ઘરેણા ખૂબ આકર્ષક બન્યા છે. આ ડિઝાઈનર વાઘામાં ભગવાનને ગમતા રંગો, ઉપમાઓ, વસ્તુઓની ઉપયોગ કરવામાં આવ્યો છે. વાઘા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર જિગ્નેશ લક્કડે કહ્યું હતું કે, ભગવાનના વાઘામાં હાથી, મોરપીંછ, રત્નોથી ચાંદી પર વાઘા બનાવ્યા છે. અમેરિકન ડાયમંડ અને રત્નોનો ઉપયોગ કર્યો છે. આ કામમાં વધુ સમય ડિઝાઈન બનાવવામાં લાગ્યો હતો. સ્વામિનારાયણ ઘનશ્યામ સ્વરૂપના વાઘા છે. જે આઠ ફૂટની મૂર્તિના માપ પ્રમાણે વાઘા બનાવ્યા છે.

Most Popular

To Top