Business

તમામ શાળા, કોલેજ માં બંધારણ ભણાવો

સરકારી કે ખાનગી શાળાઓ અને સ્વ નિર્ભર કોલેજમાં સબંધિત મંડળો દ્વારા નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ પાઠ્ય પુસ્તકો તૈયાર કરી ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત અને ભાષા વગેરે વિષયો બાળકોને શીખવવા માં આવે છે. કોઈપણ દેશનો ઈતિહાસ તો ફરજિયાત ભણાવવો જોઈએ કે જેથી દેશનાં બનેલ બનાવો થી માહિતગાર થાય, તે જ પ્રમાણે અન્ય વિષયો બાળકોને શિખવવા માં આવે છ ખાસ અગત્યનું છે જે દેશ નો વહીવટ બંધારણ થકી ઘડવામાં આવેલ કાયદા કાનૂન અને નિયમો મુજબ ચલાવવા માં આવે છે તેની માહિતી કે જાણકારી તો હોવી જ જોઈએ.બંધારણ ના આમુખ અને આર્ટિકલ શિખવવા માં આવે તો બાળકોમાં સ્વતંત્રતા,સમાનતા અને સમાનતાની ભાવના ઊજાગર થશે. દેશ મા બહારના પરિબળો દ્વારા આંતરિક હસ્ટશ્રેપ કરે તેવા સમયે બધી જ જાણકારી યુવાનોને આપવામા આવે તો પડકારી શકાય.
સુરત     – ચન્દ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top