SURAT

તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકની ટીમની સુરતમાં સાઈટ વિઝિટ

સુરત: સુરત (Surat) શહેર માટે અતિ મહત્વના તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Tapi Riverfront Development Project) માટે વર્લ્ડ બેંકની (World Bank) ટીમ સુરત (Surat) શહેરની મુલાકાતે આવી હતી અને ટીમ દ્વારા વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લેવામાં આવી હતી. થોડા સમય અગાઉ જ વર્લ્ડ બેંકની ટેક્નિકલ ટીમ સુરત આવી હતી અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી. સુરત મહાનગરપાલિકાને તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક તરફથી કેટલા કરોડની અને કયા વ્યાજના દરે લોન ઉપલબ્ધ થશે? તે વર્લ્ડ બેંકની બીજી મુલાકાત બાદ જાણવામાં આવશે.

26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વર્લ્ડ બેંકની ટીમ સુરતમાં રહી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સાઈટ વિઝીટ કરશે અને મનપાના અધિકારીઓ સાથે બેઠકોનો દૌર પણ ચાલશે. હાલ મનપા કમિશનર વડાપ્રધાનના કાર્યક્રમમાં વ્યસ્ત હોય, 29 સપ્ટેમ્બર બાદ મનપા કમિશનર વર્લ્ડ બેંકની ટીમ સાથે બેઠક કરશે. મનપાના રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક કેટલી નાણાકીય સહાય કરશે તે પણ તેમની વિઝિટ બાદ સ્પષ્ટ થશે.

કરોડોના પ્રોજેકટના લોકાપર્ણ સાથે સુરતના અટવાયેલા પ્રોજેકટને પણ ધક્કો મારજો
સુરત: સુરત શહેરના લોકો માટે રૂઢ અને ભાઠા વચ્ચે તાપી નદી પર અતિ મહત્વના કન્વેન્શિયલ બેરેજના સપના ભાજપ શાસકો છેલ્લા 10 વર્ષથી બતાવી રહ્યા છે. જો કે આ વરસે આ પ્રોજેકટ હાથ ધરવા ગંભીરતાથી પ્રયાસો હાથ ધરાયા છે. મનપા દ્વારા 591 કરોડના ખર્ચે બેરેજ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે, પરંતુ હજુ ઠેકાણુ પડતું નથી. સાડા 13 લાખ કયુસેક પાણી તાપી નદીમાં આવે ત્યાં સુધીની ક્ષમતા રાખી વિશાળ બેરેજ માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે. જો કે વિવિધ સરકારી વિભાગોની મંજૂરી મેળવવાની બાકી છે. આ મંજૂરીઓ ના મળે ત્યા સુધી આગળ વધવું શકય નથી. બેરેજનો પ્રોજેકટ એટલા માટે પણ અધ્ધરતાલ લાગે છે કે, અમુક જગ્યાએ તાપી નદીમાં પાળા અધુરા છે. બેરેજ બન્યા પહેલા પાળા પુરા ના થાય તો બેરેજમાં સંગ્રહ થયેલા પાણી ચોમાસામાં પાળા વાટે નજીકના વિસ્તારોમાં ઘૂસી જવાની પણ આશંકા રહે છે. આજે સુરત આવેલા વડાપ્રધાન આ પ્રોજેકટને ઝડપથી સાકાર થઇ શકે તે માટે મદદની ખાતરી આપે તેવુ પણ સુરતવાસીઓ ઇચ્છી રહ્યા છે.

રિવરફ્રન્ટ પ્રોજેકટ 4000 કરોડનો છે
સુરતમાંથી પસાર થતી તાપી નદીનું સૌદર્ય પુર્ણકળાએ ખીલી ઉઠે તે માટે અને તાપી નદીમાં થતી ગંદકી અટકાવવા માટે મનપાના તંત્ર દ્વારા 4000 કરોડનો રિવરફ્રન્ટ પ્રોજેકટ તૈયાર કરાયો છે. જો કે આટલા મોટા પ્રોજેકટ માટે વર્લ્ડબેંકની સહાય પર આધાર રાખવામાં આવ્યો છે. રૂંઢથી કામરેજ સુધીના તાપી નદીના બન્ને કિનારે 33-33 કિ.મી. સુધીમાં રિવરફ્રન્ટનું આયોજન વિચારાયું છે. જો કે હજુ વિશ્વબેંકના અધિકારીઓ માત્ર આટફેરા મારી રહ્યા છે. પ્રથમ તબક્કામાં બેરેજથી કોઝવે સુધીના 2000 કરોડના પ્રોજેકટ માટે 1400 કરોડની લોન મળે તેવા પ્રયાસ ચાલુ છે. સુરત આવેલા વડાપ્રધાન આ પ્રોજેકટ માટે પણ કેન્દ્રની મધ્યસ્થિથી ધક્કો મારી દે તેવી અપેક્ષા સુરતવાસીઓ રાખી રહ્યા છે.

Most Popular

To Top