તાલિબાની હુકમ: હવે કાબુલના મેયરે શહેરની કામ કરતી મહિલાઓને ઘરમાં રહેવાનો આદેશ આપ્યો

કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના મેયરે (Mayor) શહેરની કામ કરતી મહિલાઓને ઘરમાં રહેવાનો આદેશ આપ્યો છે.

કાબુલના વચગાળાના મેયર હમદુલ્લાહ નમોનીએ રવિવારે કહ્યું હતું કે, માત્ર તે જ મહિલાઓને કામ પર જવાની મંજૂરી હશે, જ્યાં પુરુષો કામ કરી શકતા નથી. જેમ કે ડિઝાઇન અથવા એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરતી મહિલાઓ અથવા મહિલા શૌચાલયો (Ladies toilet)માં કામ કરતી મહિલાઓ વગેરે. નમોનીનો આ આદેશ બતાવે છે કે, તાલિબાનો હવે મહિલાઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. આ અગાઉ 1990ના દાયકામાં તાલિબાનોએ છોકરીઓ અને મહિલાઓને શાળાએ જવા અને તેમના શાસન હેઠળ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કાબુલના વચગાળાના મેયર નમોનીએ જણાવ્યું હતું કે, ગયા મહિને જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો ત્યારે કાબુલના 3,000 કર્મચારીઓમાંથી એક તૃતિયાંશ મહિલા કર્મચારીઓ હતી. નમોનીએ કહ્યું કે, કાબુલ મ્યુનિસિપલ વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીઓ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મેયરે કહ્યું કે, હાલમાં તેઓ પગાર મેળવવાનું ચાલુ રાખશે.

ઉલ્લેખનીય છે કે  તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો. તેમણે પોતાની સરકાર પણ બનાવી, પરંતુ સરકાર બનતાની સાથે જ તેમનો અસલી ચહેરો એક વખત નહીં, પણ ઘણી વખત ખુલ્લો પડ્યો, જેને છુપાવીને તેઓ પોતાની બદલાયેલી છબીને દુનિયા સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંક તાલિબાની હુકમોના બહાને મહિલાઓની આઝાદી છીનવી લે છે, તો ક્યાંક ધરણા પ્રદર્શન જેવા લોકશાહી અધિકારો પર પ્રતિબંધના બહાને, અને ક્યાંક પત્રકારોની ચામડી ઉતારી નાખવાના કૃત્યના બહાને. અવિશ્વસનીય તાલિબાનોએ ફરી એક વખત ભત્રીજાવાદના માર્ગ પર ઝંપલાવ્યું છે, અને સ્તબ્ધ થઈ ગયેલા અફઘાનિસ્તાન તેના ભાવિ પર રડી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થતાં જ આતંકનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો છે. સરકારમાં પાંચ મોટા આતંકવાદીઓ સહિત 33 મંત્રીઓ છે. જેમનો ચહેરો જોઈને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ.મહિલાઓની આઝાદીના મુદ્દે તાલિબાન નેતા કહે છે, “તમે કયા પ્રકારનું તરબૂચ ખરીદો છો, કાતરી કે આખું? હિજાબ વગરની સ્ત્રીઓ વાસ્તવમાં કાપેલા તરબૂચ જેવી છે.”

Related Posts