Top News

જ્યારે તાલિબાન પ્રવક્તાને કહેવામાં આવ્યું કે, એક મહિલા એન્કર દ્વારા તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે

જ્યારથી તાલિબાન (taliban)નો આતંક અફઘાનિસ્તાન (Afghanistan)માં પાછો ફર્યો છે, ત્યાં મહિલા (woman)ઓ અને તેમના અધિકારો અંગે ચિંતા વધી છે. જોકે, તાલિબાન તેની જૂની છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ નવો તાલિબાન છે, જે મહિલાઓને અધિકાર (women rights) આપવામાં માને છે. 

પરંતુ તેની વાસ્તવિકતા કોઈ ને કોઈ રીતે બહાર આવી રહી છે. આનું ઉદાહરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે મંગળવારે 17 ઓગસ્ટના રોજ એક મહિલા ટીવી એન્કરે (TV anchor) તાલિબાનના પ્રતિનિધિનો ઇન્ટરવ્યૂ (interview) લીધો. આ ઇન્ટરવ્યૂ અફઘાનિસ્તાનની ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યુ હતું. આમાં એક મહિલા એન્કર બેહેસ્તા અરખંદે તાલિબાનના પ્રવક્તા મૌલવી અબ્દુલહક હેમાદ સાથે વાત કરી. ટોલો ન્યૂઝે એવો પણ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં પ્રથમ વખત એક મહિલા એન્કરે તાલિબાનના વરિષ્ઠ સભ્યનો ઈન્ટરવ્યુ લીધો છે. આમાં, મહિલા એન્કરે તાલિબાનના પ્રવક્તાને ખૂબ નિખાલસતાથી પ્રશ્ન કર્યો. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ઇન્ટરવ્યૂમાં શું પૂછવામાં આવ્યું?

મહિલા એન્કરે હેમાદને પૂછ્યું કે તે કાબુલની પરિસ્થિતિ પર શું કહે છે, જ્યાં તાલિબાન લડવૈયાઓ ઘરો શોધી રહ્યા છે. તેના જવાબમાં તાલિબાન પ્રવક્તા હેમાદે કહ્યું, કે તે અલ્લાહનો આભારી છે કે તેના સંગઠને તેનું લક્ષ્ય હાંસલ કર્યું છે. હેમાદે કહ્યું કે આ માટે ઘણા તાલિબાન લોકો શહીદ થયા છે. તેમણે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને “સારી પરિસ્થિતિ” ગણાવી, કારણ કે સમગ્ર યુદ્ધમાં નાગરિકોની જાનહાનિની ​​સંખ્યા 50 થી વધુ ન હતી. ઈન્ટરવ્યુમાં અબ્દુલહક હેમાદે તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબ વિશે પણ વાત કરી હતી. ,

અફઘાન મહિલા પત્રકાર રિપોર્ટિંગ માટે પરત ફર્યા

15 ઓગસ્ટના રોજ તેણે સુરક્ષાના કારણોસર પોતાની ચેનલની મહિલા પત્રકારોને ઘરે મોકલી હતી. પરંતુ બે દિવસ પછી તે પાછી આવી અને અફઘાનિસ્તાનની ગલીઓમાંથી રિપોર્ટિંગ શરૂ કર્યું હતું. આ પહેલા મહિલાઓને અગાઉના તાલિબાન શાસન હેઠળ કામ કરવાનો અધિકાર નહોતો. પરંતુ હવે તાલિબાનો દાવો કરે છે કે તે પ્રગતિશીલ માનસિકતા સાથે પાછા ફર્યા છે અને મહિલાઓને કામ કરવાનો અધિકાર આપશે. તાલિબાન શાસન હેઠળ પ્રેસની સ્વતંત્રતા રહેશે કે કેમ તે એક મહત્વનો પ્રશ્ન છે. તાલિબાનના પ્રવક્તાએ આ વિશે કહ્યું, ન્યૂઝના સ્થાપક અને મોબી મીડિયા ગ્રુપના સીઈઓ સાદ મોહસેનીએ કહ્યું કે તાલિબાન ટૂંક સમયમાં વહીવટીતંત્ર પર સવાલ ઉઠાવનારા પત્રકારો પર કડક પ્રતિબંધ લાદશે.

મોહસેનીએ કહ્યું, “તાલિબાન સરકારમાં રહેવા જઈ રહ્યું છે. હવે જો તમે તેમની ટીકા કરવાનું શરૂ કરો તો? જ્યાં સુધી તમે સરકારની ટીકા ન કરો ત્યાં સુધી તમે જે ઈચ્છો તેનું પ્રસારણ કરી શકો છો. પરંતુ તે પછી નહીં. “

Most Popular

To Top