Sports

એશિયા કપ T-20માં ભારતીય મહિલા ટીમ વન ડેની રિધમ જાળવી રાખવા માગશે

સિલ્હટ: ઈંગ્લેન્ડને (England) વન ડે સીરિઝમાં ક્લીનસ્વીપ (Cleansweep) કર્યા પછી ઉત્સાહિત, ભારતીય ટીમ રન-આઉટ વિવાદને પાછળ છોડીને શનિવારથી શરૂ થનારી મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે રમવા માટે મેદાને ઉતરશએ ત્યારે તેઓ પોતાની વન ડેની રિધમ જાળવી રાખવા માગશે.

ભારતીય મહિલાઓને તાજેતરના ભૂતકાળમાં ટી-20 ફોર્મેટમાં વધુ સફળતા મળી નથી પરંતુ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ આ ઉપખંડીય ઇવેન્ટમાં ટાઇટલ માટે ટોચના દાવેદાર તરીકે શરૂઆત કરશે. છેલ્લી ટુર્નામેન્ટને બાદ કરતાં ભારતે 2004થી એશિયા કપમાં દરેક વખતે ટાઇટલ જીત્યું છે. તેણે વનડે ફોર્મેટમાં ચાર અને ટી-20 ફોર્મેટમાં બે ખિતાબ જીત્યા છે.

2012માં એશિયા કપને વન ડેમાંથી ટી-20 ફોર્મેટમાં બદલવામાં આવ્યો હતો. 2018માં છેલ્લી ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે હાર્યા પહેલા ટી-20 ફોર્મેટમાં ભારત બે વખત ચેમ્પિયન બન્યું છે. કોરોનાના કારણે ચાર વર્ષ બાદ આયોજિત આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાનો દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

Most Popular

To Top