Sports

IND vs AFG: T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

અફઘાનિસ્તાન (Afghanistan) સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે આખરે રવિવારે સાંજે ભારતીય ટીમની (Indian Team) જાહેરાત કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેઓ ટી-20 ટીમનું સુકાન સંભાળી ચૂક્યા છે તેઓ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર છે. જેના કારણે ટીમની કમાન ODI કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) સોંપવામાં આવી છે, જેઓ 2022 T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ બાદ આ ફોર્મેટની પોતાની પહેલી મેચ રમશે. વિરાટ કોહલી પણ લાંબા સમય બાદ પરત ફર્યો છે, તેની છેલ્લી મેચ પણ રોહિત શર્મા સાથે હતી.

અફઘાનિસ્તાન સામે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં રમ્યા બાદ અત્યાર સુધી ટીમ માટે કોઈ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. પરંતુ હવે આ બંને ખેલાડીઓ T20 ટીમમાં પરત ફર્યા છે. બીજી તરફ શિવમ દુબે, સંજુ સેમસન અને અક્ષર પટેલ ટી-20 ટીમમાં પરત ફર્યા છે.

ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. બીજી મેચ ઈન્દોરમાં રમાશે જ્યારે શ્રેણીની છેલ્લી મેચ બેંગલુરુમાં 17 જાન્યુઆરીએ રમાવાની છે. તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે આ પહેલી T20 સિરીઝ છે. આ પહેલા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 4 મેચ જીતી છે જ્યારે એક મેચ રમાઈ શકી નથી.

Most Popular

To Top