ભારતીય ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું છે કે તે ટી20 અને વનડે ક્રિકેટ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શક્યો ન હતો, જેના કારણે તેને વન ડે ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. જોકે, તે હવે વનડે ફોર્મેટમાં પાછા ફરવા માંગે છે અને તેણે એબી ડી વિલિયર્સ પાસેથી મદદ માંગી છે.
સૂર્યકુમારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને ડી વિલિયર્સ સાથે ક્યારેય લાંબી વાતચીત થઈ નથી, પરંતુ જો તક મળે, તો જાણવા માંગશે કે તેઓ (ડી વિલયર્સ) T20 અને ODI ને વચ્ચે કેવી રીતે બેલેન્સ જાળવે છે. સૂર્યાએ કહ્યું, ‘જો હું તેમને (AB) મળીશ, તો હું પૂછવા માંગુ છું કે તેઓ T20 અને ODI બંને ફોર્મેટને કેવી રીતે બેલેન્સ જાળવે છે? કારણ કે હું તે કરી શક્યો નહીં. મેં વિચાર્યું કે ODI ને T20 ની જેમ રમવું જોઈએ. પરંતુ હવે હું સમજું છું કે બંને ફોર્મેટ અલગ છે. AB જો તમે આ સાંભળી રહ્યા છો, તો જલ્દી મારો સંપર્ક કરો, કારણ કે આગામી ત્રણ-ચાર વર્ષ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું ODI ક્રિકેટ રમવા માંગુ છું. પ્લીઝ મને મદદ કરો!’
સૂર્યકુમારે 2021 માં ODI માં પ્રવેશ કર્યો હતો અને છેલ્લે 2023 ના વર્લ્ડ કપ ફાઇનલ (ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા) માં રમ્યો હતો. ત્યારથી તે ફક્ત T20 ફોર્મેટમાં જ ટીમનો ભાગ રહ્યો છે. સૂર્યાનું ODI માં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, ઘણીવાર તે રન બનાવ્યા વિના જતો રહે છે. સૂર્યાએ કહ્યું કે તે જાણે છે કે એબી ડી વિલયર્સ ત્રણેય ફોર્મેટમાં સફળ રહ્યો છે, અને તે અનુભવ તેને ODI માં ફરીથી સફળ થવામાં મદદ કરી શકે છે.