SURAT

સુરતની જાણીતી ટેક્સટાઈલ માર્કેટ નજીકના કોમ્પલેક્સમાં ચાલતું કુટણખાનું પકડાયું, લલનાઓ જાહેરમાં..

સુરત(Surat) : વરાછામાં કોમ્પ્લેક્સમાં કુટણખાનું (Prostitution) ચાલતું હોવાની વાતે પોલીસ તપાસ માટે ગઇ હતી. ત્યાં જ કોમ્પ્લેક્સમાં બે મહિલા બીભત્સ ઇશારા કરી લોકોને બોલાવી રહી હતી. પોલીસે (Police) બંને મહિલા સહિત ત્રણની ધરપકડ (Arrest) કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ કંટ્રોલમાં ફરિયાદ થઇ હતી કે, ન્યૂ બોમ્બે માર્કેટ રોડ ઉપર તાપ્તી ગંગા કોમ્પ્લેક્સમાં કુટણખાનું ચાલે છે, પોલીસનો સ્ટાફ કોમ્પ્લેક્સમાં પહોંચ્યો ત્યારે બે મહિલા લોકોને બીભત્સ ઇશારા કરી પોતાની તરફ બોલાવતી હતી. પોલીસે આ કુટણખાનામાં જઇ ઉધના હરિનગરમાં રહેતા બર્ષારાની રંજન શાહુ, પાંડેસરા ક્રિષ્નાનગરમાં રહેતી લિપીકા ક્રિષ્ના બિશ્વાસ અને ગોડાદરા ભાવના પાર્કમાં રહેતો અનિલ પુખરાજ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

અગાઉ વરાછાની આ સોસાયટીમાંથી કુટણખાનું પકડાયું હતું
સુરત: (Surat) આ અગાઉ વરાછામાં સોસાયટીની દુકાનમાં (Shop) સ્પા (Spa) મસાજ શરૂ કરીને તેમાં યુવતીઓના દેહનો વેપાર કરવામાં આવતો હતો. વરાછા પોલીસે આ કુટણખાના (Brothel) ઉપર દરોડા પાડીને ત્યાંથી સ્પાની મહિલા સંચાલક ઉપરાંત 4 કસ્ટમર મળીને કુલ્લે 7ની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવાઇ હતી.

વરાછાના મારૂતી ચોક પાસે ભરતનગર સોસાયટીમાં પ્લોટ નં. ૧૧૭માં પહેલા માળે આવેલા અનમોલ સ્પામાં મસાજના નામે દેહવ્યાપાર થઇ રહ્યો હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલમાં આવ્યો હતો. આ મેસેજના આધારે વરાછા પોલીસે મહિલા પોલીસ કર્મચારી સહિતની ટીમ બનાવીને અનમોલ સ્પામાં દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી સ્પાની સંચાલક રતીકાંત હરીક્રિષ્ના જૈના (રહે, ગણેશ એપાર્ટમેન્ટ અમરોલી) તેમજ ભારતી રામચંદ્ર સ્વાઈ (રહે, રામકુપા સોસાયટી રચના સર્કલ કાપોદ્રા)ને પકડી પાડ્યા હતા. પોલીસે સ્પામાં આવેલી કેબીનો તપાસ કરતા તેમાં મેહુલ હિમંત ચુડાસમા (રહે, રઘુવીર સોસાયટી અમરોલી), અશોક સોનીયા ખુટીયા (રહે, કતારગામ), પિતાબાસ દધી બરડ (રહે, લસકાણા) અને કાના વિક્રમ પરીડા (રહે, કતારગામ) નામના યુવકો શરીરસુખ માણવા માટે આવ્યા હતા. પોલીસે આ ચારેય કસ્ટમરોની ધરપકડ કરીને ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. આ તમામ લલનાઓ કડોદરા વિસ્તારમાંથી આવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તમામની ધરપકડ કરી હતી.

Most Popular

To Top