SURAT

સુરતમાં ડી. માર્ટમાં ચોરી કરીને નીકળેલી મહિલાને સિક્યોરિટીએ પકડી પાડી

સુરત: (Surat) અડાજણ ખાતે ગૌરવપથ રોડ પર શ્રીપથ સિઝન્સમાં રહેતા 40 વર્ષીય મનોજ શ્યામરાજ મિશ્રા ડિ-માર્ટમાં (D-Mart) નોકરી કરે છે. તેણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રેખા ઉર્ફે રીચાદેવી અરવિંદ યાદવ (ઉ.વ.૩૮, રહે- પનાસ ગામ આવાસ સીટીલાઇટ તથા મુળ વૈશાલી, બિહાર) ની સામે ચોરીની (Thief) ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે મહિલા પાંડેસરા વી.આઈ.પી રોડ ખાતે આવેલા ડી-માર્ટ સ્ટોરમાં ગઈ હતી. ત્યાં સામાન ખરીદી કરવાના નામે ચોરી છુપીથી અલગ-અલગ સામાન પોતાની પહેરેલી સાડીની અંદર સંતાડી 8453 રૂપિયાની ચોરી કરી હતી. ડી-માર્ટની બહાર નીકળતી વખતે સિક્યુરીટીના (Security) માણસો દ્વારા પકડાઈ ગઈ હતી.

મંદીનુ બહાનુ કાઢી દુકાન બંધ કરી વેપારી ફરાર
સુરત : રિંગરોડ ખાતે ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી 7 લાખ રૂપિયા સાડીનો માલ ખરીદી બાદમાં પેમેન્ટ નહીં કરી મંદીનું અને આગળથી પેમેન્ટ નહીં આવતું હોવાનું બહાનું કાઢી દુકાન બંધ કરી ગાયબ થઈ જતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

પરવટ પાટિયા ખાતે સફાયર-8 માં રહેતા 29 વર્ષીય બાબુભાઇ ભીમચંદ્ર જોષી મુળ ઉદેપુર રાજસ્થાનના વતની છે. તેઓ ટેક્ષટાઈલ માર્કેટમાં વંદના ક્રિએશનના નામથી કાપડનો વેપાર કરે છે. તેમની પાસેથી ગત 15 એપ્રિલે રિંગરોડ હાઈટેક ટેક્ષટાઈલ માર્કેટમાં સંસ્કુતિ ફેશનના રમેશ જોષીએ કુલ 7 લાખના સાડીનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલા સમયમાં રમેશે પેમેન્ટ ચુકવ્યું નહોતું. બાબુભાઈએ પેમેન્ટની ઉઘરાણી કરતા શરુઆતમાં મંદી ચાલે છે આગળથી પેમેન્ટ આવતું નથી તેવા બહાના કાઢી સમય પસાર કર્યો હતો. બાદમાં મોબાઈલ અને દુકાન બંધ કરી નાસી ગયો હતો. સલાબતપુરા પોલીસે રમેશ જોષીની સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત સલાબતપુરા પોલીસની ટીમને નવ મહિના પહેલા થયેલી 20.04 લાખની છેતરપિંડીના કેસના આરોપીની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે આરોપી નિતીનભાઈ હિરાભાઈ બારૈયા(ઉ.વ.34, રહે.ઓમકાર સોસાયટી, સીંગણપોર તથા મુળ ભાવનગર) ને પકડી પાડ્યો હતો.

Most Popular

To Top