SURAT

SC ST વિદ્યાર્થીઓ અને કર્મીઓની માહિતી નહીં આપતા 115 કોલેજો સામે નર્મદ યુનિવર્સિટી કાર્યવાહીના મૂડમાં

સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (South Gujarat University) 115 કોલેજોએ એસસી એસટી (SC ST) સેલને વિદ્યાર્થીઓની સાથે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તેમજ અન્ય માહિતીઓ આપી નથી. હવે 115 કોલેજો (College) માહિતી નહીં આપશે તો પછી યુનિવર્સિટી તેમના આચાર્યો સામે કાર્યવાહી કરવાના મૂડમાં હોવાનું જણાય આવે છે. કારણ કે, માહિતી નહીં આપનારી 115 કોલેજોની યાદી જ યુનિવર્સિટીએ વેબસાઇટ પર જાહેર કરી દીધી છે. યુનિવર્સિટીના એસસી એસસી સેલને 115 કોલેજોએ શૈક્ષણિક વર્ષ 2022-2023ના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની તથા અન્ય માહિતી આપવામાં આવી નથી.

ઉપરાંત 136 કોલેજોએ શૈક્ષણિક વર્ષ 2022-2023ની કોલેજની એસસી એસટી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની માહિતી આપવાની બાકી છે. જે કોલેજોની યાદી યુનિવર્સિટીએ જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક વર્ષ 2021-2022ના વર્ષમાં 38 કોલેજો દ્વારા માહિતી યુનિવર્સિટીને આપવામાં ન આવી હતી. ત્યારે પણ યુનિવર્સિટી દ્વારા આવી કોલેજોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે માહિતી ન આપી હોય તેવી કોલેજની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેથી યુનિવર્સિટી હવે કોઇ એક્શન લેવાના મૂડમાં છે.

હવે વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ ડિગ્રીના ફોર્મ ભરવાથી માંડીને સર્ટિફિકેટ મેળવવા માટે યુનિવર્સિટી સુધી દોડવું નહીં પડશે
સુરત: હવે વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ ડિગ્રીના ફોર્મ ભરવાથી માંડીને સર્ટિફિકેટ મેળવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરત યુનિવર્સિટી સુધી દોડવું નહીં પડશે. કારણ કે, યુનિવર્સિટીએ પ્રોવિઝનલ ડિગ્રીની આખી કાર્યવાહી ઓનલાઇન કરી દીધી છે. પ્રોવિઝનલ ડિગ્રીના ફોર્મ વિદ્યાર્થીઓએ ડેશબોર્ડથી જ ભરવાના રહેશે. ઉપરાંત પ્રોવિઝનલ ડિગ્રી સોફ્ટ કોપી ઘર બેઠાં મેળવી શકશે.

યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અરવિંદ ધડૂકે પરિપત્ર જાહેર કરવાની સાથે જણાવ્યું હતું કે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે વિદ્યાર્થી પોતાના ડેશબોર્ડથી થી ફોર્મ ભરી શકશે. જે માટે વિદ્યાર્થીએ યુનિવર્સિટીની વેબસાઈટ પર લોગ-ઈન થઈને કોલેજ, ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લાઇ ફોર ડિગ્રી સિલેક્ટ કરી પ્રોવિઝનલ ડિગ્રી ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રોવિઝનલ ડિગ્રી ફોર્મ ઉપર ક્લિક કરતા શરૂઆતની આંશિક માહિતીઓ બાય ડિફોલ્ટ સિલેક્ટ થઈને આવશે તથા માંગ્યા મુજબની માહિતી વિદ્યાર્થીએ ભરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ સોફ્ટવેરમાં અપલોડ કરવાના રહેશે. વિદ્યાર્થીને વિકલ્પ આપશે ઈ-પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ વિથ ડિજિટલ સિગ્નેચર રૂ. 600, ઈ-પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ રૂ. 800, હાર્ડ કોપી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ જો વિદ્યાર્થી ફોર્મ નહીં ભરે તો રૂ. ૫૦૦ અને ડિગ્રી ફોર્મ ભરે તો રૂ. ૧૦૦ ભરવાના રહેશે. વિદ્યાર્થી પોતાના ડેશબોર્ડમાંથી ઈ-પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. જ્યારે હાર્ડ કોપી વિદ્યાર્થીએ પરીક્ષા વિભાગમાંથી રૂબરૂ મેળવવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્ડ કોપી ઘર બેઠાં વિદ્યાર્થીઓ મેળવી શકે તેવી વિદ્યાર્થીઓની માંગ છે.

Most Popular

To Top