SURAT

સુરતના વેસુમાં મનપાની બેદરકારીના કારણે 10 વર્ષના બાળકનો જીવ ગયો

સુરત: સુરત (Surat) શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાની (SMC) ગંભીર બેદરકારીના કારણે 10 વર્ષનાં બાળકનું મૃત્યું થયું હતું. સુરત મહાનગર પાલિકાએ ખોદેલા ખાડામાંથી નીકળેલા વીજ વાયરને શ્રમજીવી પરિવારના બાળકે રમતા રમતા અડી જતાં બાળકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ વેસુ ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતો 10 વર્ષીય બાળક રવિવારનાં રોજ સાંજના સમયે ઘર પાસે રમતો હતો કે જયાં એસએમસીએ ખાડા ખોદેલા હતાં. આ સમયે બાળકને કરંટ લાગતા તુરંત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે તપાસ કરતાં બાળકને મૃત જાહેર કર્યો હતો. ઉમરા પોલીસે બાળકનો મૃતદેહ નવી સિવિલમાં ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

બાળક જયાં રહેતો હતો તે બિલ્ડીંગના મુખ્ય ગેટની બાહર મનપા દ્વારા પાણીની લાઇન માટે ખાડા ખોદવામાં આવ્યા છે. છેલ્લા પંદરેક દિવસથી આ ખાડા ખોદેલા છે. ખાડામાંથી અમુક વાયર બાહર નીકળી આવ્યા હતાં. બાળક ગઇકાલે સાંજે નજીકમાં રમતો હતો ત્યારે જીવંત વાયરને અડી જતા તેને કરંટ લાગ્યો હતો. બાળક સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. બાળકના પરિવારે પાલિકાની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કર્યો હતો. ઉમરા પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

ગોપીપુરામાં પાંચ વર્ષના બાળક સાથે બદકામની કોશિશ કરનાર આરોપીને 10 દિવસની કેદ
સુરત : ગોપીપુરામાં પાંચ વર્ષના બાળકનું અપહરણ કરીને એપાર્ટમેન્ટના ભોંયતળિયે દાદરના ખાંચામાં લઇ જઇને પેન્ટ ખોલ્યા બાદ બદકામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીને તકસીરવાર ઠેરવી કોર્ટે 10 દિવસની કેદની સજાનો હુકમ કર્યો હતો. આરોપીએ બાળક સાથે જાતીય સતામણીનો પ્રયાસ કર્યો હતો અને તેમાં વધુમાં વધુ સજા 3 વર્ષની છે, ત્યારે આરોપી પોતે આજ ગુનામાં દોઢ વર્ષ ઉપરાંતથી જેલમાં હતો. જે વાતને ધ્યાને રાખીને આરોપીને માત્ર 10 દિવસની જ કેદની સજાનો હુકમ કરાયો હતો.

આ કેસની વિગત મુજબ ગોપીપુરા વિસ્તારમાં સાંજના સમયે પાંચ વર્ષનું બાળક નામે હિતેશ (નામ બદલ્યુ છે) એપાર્ટમેન્ટની નીચે રમી રહ્યું હતું. ત્યારે કોઇ અજાણ્યો યુવક તેનું અપહરણ કરીને એપાર્ટમેન્ટના ભોંયતળિયે આવેલા દાદરના ખાંચામાં લઇ ગયો હતો. તે બદકામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે જ ત્યાં એક વ્યક્તિ પહોંચી ગઇ હતી. તેઓએ યુવકને પુછ્યું હતું કે, તું અહીં શું કરે છે, આ યુવકે કહ્યું કે, પેશાબ કરતો હતો. આધેડે યુવકને ઠપકો આપીને એપાર્ટમેન્ટની બહાર જવા માટે કહેતા તેના ખોળામાં પાંચ વર્ષનો હિતેશ પણ મળી આવ્યો હતો. અહીં આજુબાજુના લોકો ભેગા થઇ જતા તેઓએ હિતેશને ઓળખી કાઢ્યો હતો. લોકોએ મોહંમદ ઇબ્રાહીમ ઉર્ફે ઇબ્રાહીમ ડાંગ કમરૂદ્દીન શેખ (રહે. ગોપીપુરા મોમનાવાડા)ને પકડીને માર માર્યો હતો. પૂછપરછમાં આરોપીએ બાળકનું પેન્ટ ખોલીને તેની સાથે બદકામના પ્રયાસની કબૂલાત કરી લીધી હતી. તેને માર મારીને અઠવા પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધીને મોહંમદ તેનીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી ઉમેશ પાટીલે દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી મોહંમદ ઇબ્રાહીમને 10 દિવસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top