SURAT

સુરતના આ બે મુખ્ય માર્ગો પર વાહન ચાલકો યુ ટર્ન લઇ શકે તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો

સુરત: (Surat) સુરતના બે માર્ગો પર વાહન ચાલકોને પડતી હાલાકીને જોતા મનપા અને ટ્રાફિક વિભાગ (Traffic Department) દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. જુની આરટીઓ (RTO) પાસેનું સિગ્નલ બંધ કરાતાં રિંગ રોડ પર જૂના આરટીઓ પાસેના બંધ સિગ્નલના વિકલ્પમાં ત્યાંથી સામેની બાજુના રોડ પર જવા ઇચ્છતા વાહનચાલકોને છેક મજૂરાગેટ ચાર રસ્તા પરથી યુ-ટર્ન લેવો પડે છે અને સિગ્નલ ખૂલે ત્યાં સુધી રાહ જોવી પડે વાહનચાલકોની હાલાકી નિવારવા હવે મનપા દ્વારા મજુરાગેટ ફ્લાયઓવર નીચે બાયપાસ બનાવાશે. યુનિવર્સિટી રોડ (University Road) ઉપર બ્રેડ લાઇનર સર્કલથી આગળ જતાં રોડ પર અણુવ્રત દ્વાર પર જે ફ્લાય ઓવરબ્રિજ છે. ત્યાં પણ આવી જ સ્થિતિ છે જેનું નિરાકરણ કરાશે.

સુરત મનપાની સ્થાયી સમિતિમાં અઠવા ઝોનના કોર્પોરેટ વ્રજેશ ઉનડકટ દ્વારા રિંગ રોડ પર જૂના આરટીઓ પાસેનું સિગ્નલ બંધ કરાયા બાદ વાહનચાલકોને પડી રહેલી તકલીફ મુદ્દે રજૂઆત કરી હતી તેમજ અગાઉ પોલીસ વિભાગમાં પણ આ મુદ્દે ચર્ચા થઇ ચૂકી હતી. સમસ્યા એ છે કે, હાલમાં રિંગ રોડ પર જૂના આરટીઓ પાસેના બંધ સિગ્નલના વિકલ્પમાં ત્યાંથી સામેની બાજુના રોડ પર જવા ઇચ્છતા વાહનચાલકોને છેક મજૂરાગેટ ચાર રસ્તા પરથી યુ-ટર્ન લેવો પડે છે અને સિગ્નલ ખૂલે ત્યાં સુધી રાહ જોવી પડે છે. પરિણામે વાહનચાલકોને હેરાનગતિ વધે છે અને મજૂરા ગેટ ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ પણ વધે છે. તેથી ચાર રસ્તાની પહેલાં ફ્લાય ઓવરબ્રિજની નીચેથી ડિવાઇડર હટાવી યુ-ટર્ન આપવા રજૂઆત કરી હતી.

આ સાથે યુનિવર્સિટી રોડ ઉપર બ્રેડ લાઇનર સર્કલથી આગળ જતાં રોડ પર અણુવ્રત દ્વાર પર જે ફ્લાય ઓવરબ્રિજ છે. ત્યાં પણ આવી જ સ્થિતિ છે. ત્યાં બંને બાજુ લોકો લાંબા અંતર સુધી ટર્ન ના હોવાથી રોંગ સાઇડ પર વધુ નજરે પડતા હોવાથી અહીં પણ અણુવ્રત દ્વારથી બ્રેડ લાઇન સર્કલ તરફના બ્રિજના અપ્રોચ નીચેથી યુ ટર્ન આપવા રજૂઆત કરી હતી. જેના પગલે શુક્રવારે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ તેમજ ટ્રાફિક એસીપી મેવાડા અને વ્રજેશ ઉનડકટ દ્વારા સ્થળ વિઝિટ કરી હવે મજુરાગેટ ફલાય ઓવર બ્રિજની નીચે બાયપાસ આપી વાહન ચાલકો યુ ટર્ન લઇ શકે તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો.

Most Popular

To Top