Gujarat

સુરતીઓને દિવાળી તહેવારની ભેટ: પશ્ચિમ રેલવે 26મીથી આ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Western Railway) લોકોને વધુ રાહત મળી રહે એ માટે દિવાળી તહેવારમાં (Diwali Feastival) વિશેષ પાંચ સ્પેશિયલ ટ્રેનો (Train) શરૂ કરી છે. જેમાં બાંદ્રા ટર્મિનસ–સુબેદારગંજ, બાંદ્રા ટર્મિનસ–મઊ, સુરત-સુબેદારગંજ, સુરત–કરમાલી અને અમદાવાદ–કાનપુર સેન્ટ્રલ વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે માહિતી આપતા કહ્યું કે, બાંદ્રા ટર્મિનસ–સુબેદારગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિક) (10 ફેરા) આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર (હમસફર) અને સ્લીપર કોચ સામેલ છે. આ ઉપરાંત બાંદ્રા ટર્મિનસ–મઉ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, આગ્રા કેન્ટ, શમશાબાદ ટાઉન, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જંક્શન, જંઘઈ જંક્શન, મડિયાહુ, જૌનપુર અને ઔડિહાર જંક્શન સ્ટેશનોએ રોકાશે.

જ્યારે સુરત-કરમાલી સ્પેશિયલ ટ્રેન વલસાડ, વાપી, પાલઘર, વસઈ, પનવેલ, રોહા, ખેડ, ચિપલુણ, સંગમેશ્વર, રત્નાગિરિ, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કનકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ અને થિવિમ સ્ટેશનોએ રોકાશે. સુરત–સુબેદારગંજ સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ભરૂચ, વડોદરા, દાહોદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ઇટાવા અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપર ફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સિક્રી, આગ્રા ફોર્ટ, ટુંડલા અને ઇટાવા સ્ટેશનોએ રોકાશે. આ તમામ ટ્રેન તા. 26 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.

ગોવા માટે સ્પેશ્યલ ટ્રેન

 દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગોવાના (Goa) પ્રવાસે જવા માંગતા સુરતીઓ માટે ખુશખબર છે. સુરતીઓ ગોવા સરળતાથી જઈ શકે તે માટે રેલવે વિભાગ (Railway Department) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા સુરતથી ગોવા વચ્ચે દિવાળી વેકેશન પૂરતું 4 સ્પેશ્યિલ ટ્રેન (Diwali Special Train) દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ રેલવે દ્વારા ટ્રેનનું શિડ્યૂલ જાહેર કરી દેવાયું છે અને બુકિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. સુરતથી કરમાલી વચ્ચે દોડનારી આ સ્પેશિયલ ટ્રેન 26 મી ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડાવાશે. આ ટ્રેન દર મંગળવારે રાત્રે 8.50 કલાકે સુરતથી ઉપડી બીજા દિવસે 9.12 કલાકે થિવીમ પહોંચશે. જ્યારે થિવીમથી દર ગુરુવારે બપોરે 2.30 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 7.05 કલાકે સુરત પહોંચશે. તેવી જ રીતે બાન્દ્રા – મૌવ વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.

Most Popular

To Top