SURAT

સુરત: દિવાબત્તી કરી રહેલી મહિલાના કપડાં પર દિવેટ પડી અને આખા શરીરે આગ ફેલાઈ ગઈ

સુરત: (Surat) પિયરમાં આવેલી પરિણિતા દિવાબત્તી કરતા હતા ત્યારે દિવેટ તેમના શરીરે પડી જતા તેઓ આખા શરીરે દાઝી ગયા (Burned) હતા. હોસ્પિટલમાં (Hospital) ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત (Death) નિપજ્યું હતું. સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં (Parvat Patiya Area) આ ઘટના બની હતી. પુણા પોલીસે (Puna Police) અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.

  • પિયરમાં આવેલી પરિણીતા દિવાબત્તી કરતા હતા ત્યારે દિવેટ કપડા પર પડી
  • પહેરેલા કપડા પર દિવેટ પડતા મહિલા આખા શરીરે દાઝી જતા મોત
  • થોડા દિવસ પહેલાં જ મહિલા હોસ્પિટલમાંથી સારવાર લઈ સાજા થઈ પિયર રહેવા આવ્યા હતા

પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં પરવત પાટિયા પાસે સાંઈ સોસાયટીમાં રહેતી સુમનદેવી રાજેન્દ્રપ્રસાદ તાપડિયા( 47 વર્ષ)ની થોડા દિવસ પહેલા તબિયત ખરાબ હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તબીયત સારી થતા તેઓ તેમના પિયરે પરવત પાટિયા પાસે સમ્રાટ સ્કૂલ પાસે રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવ્યા હતા. 25 ફેબ્રૂઆરીના રોજ સવારે તેઓ ઘરમાં દિવાબત્તી કરી રહ્યા હતા. ત્યારે દિવેટ તેમના હાથમાંથી પડીને કપડા પર પડી હતી. કપડા સળગી જતા તેઓ આખા શરીરે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. સુમનદેવીને બે દીકરીઓ અને એક દીકરો છે. પતિ રાજેન્દ્રપ્રસાદ પ્લાસ્ટીકની દુકાન ચલાવે છે. પુણા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.

પાંડેસરામાં મીલમાં મશીનમાં આવી જતા કારીગરનું મોત
સુરત: પાંડેસરામાં મીલમાં નોકરી કરવા દરમિયાન મશીનમાં આવી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર પાંડેસરાના ગણેશનગરમાં રહેતો કિશન કુમાર( 28 વર્ષ) પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ ઓરિએન્ટલ મીલમાં નોકરી કરે છે. આજ રોજ સવારે તે મીલમાં ડ્રમ મશીન પર કામ કરતો હતો. તે સમયે મશીનમાં કપડાના જત્થાની સાથે પોતે પણ કમર જેટલો મશીનમાં આવી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે હાલમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top