Sports

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ: સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડ પર એવું તો શું થયું કે શ્રીસંત અને ગંભીર વિરૂદ્ધ કરાશે કાર્યવાહી

સુરતઃ (Surat) સુરતમાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં (Legends League Cricket) મેદાન પર બનેલી એક ઘટનાને કારણે ઇન્ડિયન કેપિટલ્સના કેપ્ટન ગૌતમ ગંભીર અને ગુજરાતના બોલર શ્રીસંત વિરૂદ્ધ મોટી કાર્યવાહી થઈ શકે છે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટની આચાર સંહિતા અને એથિક્સ કમિટીના ચીફ સૈયદ કિરમાણીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ક્રિકેટની ભાવના જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અને આચારસંહિતાના ઉલ્લંઘન અંગે આંતરિક તપાસ કરશે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટની આચાર સંહિતા અને એથિક્સ કમિટી નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ લોકો સામે જરૂરી પગલાં લેશે.

આચાર સંહિતા અને એથિક્સ કમિટીના ચીફ સૈયદ કિરમાણી અને સીઈઓ રમણ રહેજાએ નિવૃત્ત ખેલાડીઓની લીગ લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં મેદાન પર થયેલા વિવાદ પર નિવેદન જારી કર્યું છે. 6 ડિસેમ્બર 2023ના રોજ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચેની મેચ દરમિયાન મેદાન પર બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. હવે લેજેન્ડ્સ લીગ ક્રિકેટે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહેલા આ સમગ્ર મામલે પોતાનું સત્તાવાર સ્ટેન્ડ આપ્યું છે. મેદાન પર અને મેદાનની બહાર રમતની ભાવના જાળવી રાખવી તે ખૂબ જ સ્પષ્ટ છે. લીગે કહ્યું કે ક્રિકેટ જગતમાં જે ઘટનાની ચર્ચા થઈ રહી છે તે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટની આચાર સંહિતા અને એથિક્સ કમિટી નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ લોકો સામે જરૂરી પગલાં લેશે.

મેદાનમાં શું થયું હતું?
નોંધનીય છે કે ગૌતમ ગંભીરની ઈન્ડિયન કેપિટલ્સે લિજેન્ડ્સ લીગ ક્રિકેટની 2023 સીઝનની એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું હતું. આ મેચમાં ઇન્ડિયન કેપિટલ્સના કેપ્ટન ગૌતમ ગંભીર અને ગુજરાતના બોલર શ્રીસંત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સાથી ક્રિકેટરો અને અમ્પાયરોએ દરમિયાનગીરી કરી હતી. આ પછી ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતી વખતે શ્રીસંતે તેના 2007 T-20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમના સાથી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

લિજેન્ડ્સ લીગ ક્રિકેટના આચાર સંહિતા ચીફ અને ભૂતપૂર્વ ક્રિકેટર સૈયદ કિરમાણીએ એક નિવેદનમાં કહ્યું કે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ક્રિકેટ અને રમતની ભાવના જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અને આચારસંહિતાના ઉલ્લંઘન પર આંતરિક તપાસ કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત મેદાન પર અને મેદાનની બહાર કોઈપણ ગેરવર્તણૂક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે અમારું વલણ એકદમ સ્પષ્ટ કરીએ છીએ અને દેશ અને વિશ્વના લાખો ક્રિકેટ ચાહકો સાથે રમતને શેર કરવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું.

આ ઘટનાએ રમતના ચાહકોનું ધ્યાન ભટકાવી દીધું
લિજેન્ડ્સ લીગ ક્રિકેટના સીઈઓ શ્રી રમણ રહેજાએ કહ્યું કે લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં કરાર કરાયેલા તમામ ખેલાડીઓ શરતોથી બંધાયેલા છે. આચારસંહિતા અને એથિક્સ કમિટી દ્વારા નક્કી થયા મુજબ પગલાં લેવામાં આવશે. અમે કરારના ભંગ સામે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ. કમનસીબે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઘટના આ રોમાંચક સીઝન અને રમતથી વિપરિત નકારાત્મક વાતો ફેલાવી રહી છે. હાલ અમારો ઉદ્દેશ્ય લીગ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને સંબંધિત સમિતિ તપાસ બાદ પગલાં લેશે.

Most Popular

To Top