SURAT

તાવ, શરદી કે ખાંસી ઉલટીના કારણે 4 લોકોના મોત થયા નથી: મનપા આરોગ્ય વિભાગનો ખુલાસો

સુરત: પાંડેસરા શાંતિનિકેતન સોસાયટી ખાતે રહેતા 4 દિવસના બાળક, તેમજ ગણેશ નગર આવાસ, વડોદ ખાતે રહેતા 10 દિવસની બાળકીના સગા પાસેથી આરોગ્ય વિભાગને મળતી માહિતી મુજબ બન્ને બાળકોને મુત્યુના થોડા કલાકો અગાઉ દૂધ પીવડાવામાં આવ્યું હતું ત્યરબાદ બન્ને બાળકોને હલન ચલન બંધ કરતા બાળકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાળ દર્દીઓના મરણનું પ્રાથમિક કારણ એસ્પીરેસન (દૂધ ફેફસામાં જતું રહ્યું) હોય તેવું જણાઈ આવ્યું છે. બન્ને બાળકોને તાવ, શરદી, ખાસી કે ઝાડા ઉલટી કે અન્ય કોઈ બીમારી ન હતી તથા તેમના રહેણાંક વિસ્તારમાં સર્વે કરતા તાવશરદી, ખાસી કે ઝાડા ઉલટીના કોઈ પણ કેસ મળી આવ્યા ન હોવાનો ખુલાસો મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

તે ઉપરાંત પાલી ગામ, સચીન ખાતે રહેતા 17 વર્ષના યુવકને થાપાના ભાગે ઇજા થઈ હતી ત્યાર બાદ તા. 13 ઓગસ્ટના દિવસે સવારે દર્દી બેભાન જણાતા 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે દર્દીને મૃત જાહેર કર્યા હતા. જેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, અને રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. તે ઉપરાંત મહાદેવ નગર પાંડેસરા ખાતે 30 વર્ષના પુરૂષના દર્દીના મિત્ર નોકરી પરથી પરત રૂમ ખાતે આવ્યા ત્યારે દર્દી બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો.

જેથી તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે દર્દીને મૃત જાહેર કર્યા હતા. દર્દીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. રિપોર્ટ હાલમાં પેન્ડિંગ છે. ઉપરોક્ત બન્ને દર્દીને તાવ, શરદી, ખાસી કે ઝાડા ઉલટી કે અન્ય કોઈ બીમારી ન હતી તથા તેમના રહેણાંક વિસ્તારમાં સર્વે કરતા તાવ, શરદીખાસી કે ઝાડા ઉલટીના કોઈ પણ કેસ મળી આવ્યા ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

Most Popular

To Top