SURAT

સ્વાતંત્ર્ય પર્વ : સુરત નર્સિંગ કોલેજે 42 વર્ષમાં 1500થી વધુ આદિવાસી પરિચારિકા આપી

સુરત: સુરત દેશની આઝાદીના 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સુરત સિવિલ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજે 42 વર્ષમાં 1500થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને પરિચારિકા બનાવી સેવા એજ પ્રભુ સેવાની ફ્લોરેન્સ નાઇન્ટિં ગલની વ્યાખ્યા ને સાર્થક કરી બતાવી છે. એટલું જ નહીં પણ દક્ષિણ ગુજરાતની એક માત્ર નસિંગ સ્કૂલથી એટલે કે 30 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોથી શરૂ થયેલી આ નર્સિંગ શાળા કમ કોલેજ આજે વટ વૃક્ષ બની દર વર્ષે લગભગ 110 પરિચારિકાઓ આરોગ્યની સેવામાં સમર્પિત કરી રહ્યું છે. સુરત ગવર્મેન્ટ નસિંગ કોલેજના અનેક વિદ્યાર્થીઓ આજે વિશ્વના અનેક દેશોમાં સેવા બજાવી સુરતનું જ નહીં પણ દેશનું ગૌરવ બની રહ્યા હોવાનું પણ કહી શકાય છે. 42 વર્ષના ઇતિહાસમાં આ કોલેજના એક વિદ્યાર્થીને પોતાની નર્સિંગ ઓફિસરની સેવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ થી પણ સન્માનિત કરાયા છે.

ઇકબાલ કડીવાળા (નસિંગ કાઉન્સિલ સભ્ય) એ જણાવ્યુ હતું કે આઝાદી બાદ દેશના ઇતિહાસમાં પહેલી વાર એટલે કે 77 માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્સિંગ નિષ્ણાતને આમંત્રણ આપ્યું એ દેશના તમામ નર્સિંગ સ્ટાફ માટે ગૌરવની વાત છે. આજે મને કહેતા ગર્વ થાય છે કે હું ગુજરાત નસિંગ કાઉન્સિલ નું પ્રતિનિધિત્વ કરી દિલ્હી જાઉં છું. સુરત સિવિલ નર્સિંગ કોલેજે આ 42 વર્ષમાં 3000થી વધારે પરિચારિકાઓ દેશ-વિદેશના આરોગ્ય વિભાગ ને સમર્પિત કરી છે. જેમાં એમ પણ કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં 1500થી વધુ આદિવાસી બહેનોને નસિંગ અભ્યાસ કરાવી પગભર કરવાનો સિંહ ફાળો આપ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે 42 વર્ષ પહેલા 30 વિદ્યાર્થીઓ એટલે કે નર્સિંગ સ્કૂલથી શરૂ થયેલી આ શાળા આજે કોલેજ બની એક મોટું વટ વૃક્ષ બની ગઈ છે. બે વાર નેશનલ કોન્ફરન્સ કરી ચુકી છે. એક રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત બધર્સ આપ્યો છે. 2018માં સાંસદ CR પાટીલ સાહેબ ની ઉપસ્થિતિમાં 700 વિદ્યાર્થીઓનો કેન્ડલ લાઈટ શપથ સમારોહ યોજી ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર વિશ્વની પહેલી કોલેજ બની છે. આ કોલેજના અનેક વિદ્યાર્થીઓ સરકારી નર્સિંગ કોલેજમાં પરિચારિકા કે પ્રોફેસર બની સેવા આપી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ વિદેશમાં આરોગ્ય સેવામાં કામ કરી રહ્યા છે એ એક મોટું ગર્વ છે.

વધુમાં જણાવ્યું હતું કે, એક સમય એવો પણ હતો કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાતી કે કુદરતી હોનારત થતી એવા ઇમર્જન્સીના સમયમાં સુરત નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓએ પણ ઇમરજન્સીમાં કામ કરી ફ્લોરેન્સ નાઇન્ટિંગલ ની વ્યાખ્યા ને સાર્થક કરી બતાવ્યું છે. 42 વર્ષમાં હવે દક્ષિણ ગુજરાતમાં ધરમપુર, નવસારી, વ્યારા, માંડવી, ભરૂચ અને રાજપીપળા ખાતે સરકારી નર્સિંગ કોલેજ ચાલી રહી છે. ત્યારે 33 જેટલી ખાનગી નર્સિંગ કોલેજે પણ હાલ દેશના આરોગ્ય સેવામાં નર્સિંગ સ્ટાફ ની અછત પુરી કરી રહી છે.

Most Popular

To Top