SURAT

સુરતના આ કલાકારે 5 કિલો લાકડાના વ્હેરમાંથી 3.5 ફૂટની શ્રીજીની પ્રતિમાનું સર્જન કર્યું, ખર્ચ જાણી ચોંકી જશો

સુરત: (Surat) સુરતના એક કલાકારે લાકડા ની વ્હેરમાંથી 3.5 ફૂટની શ્રીજીની (Shriji) પ્રતિમાનું સર્જન કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લાકડા અને પેપરના સપોર્ટ થી 5 કિલોની વિધ્નહર્તા ની પ્રતિમા (Statue) બનાવનાર નિકુંજ અરવિંદભાઈ મકવાણા નું કહેવું છે કે દરેક વેસ્ટ માંથી કોઈ ને કોઈ પ્રકારનું સર્જન કરી શકાય છે અને પર્યાવરણ ને જાળવી શકાય છે. છેલ્લા 7 વર્ષથી વેસ્ટ માંથી બેસ્ટ સર્જન કરવાનો અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. ઇલેક્ટ્રિક વેસ્ટ માંથી ગણેશજીની પ્રતિમા બનાવવાની શરૂઆત કર્યા બાદ DVD કેસેટ ના વેસ્ટ, હોસ્પિટલના વેસ્ટ, કોટન રૂ ના વેસ્ટ, નાળિયેળ વેસ્ટ બાદ લાકડાના વેર માંથી દેવધિદેવ ગણેશજીની પ્રતિમા બનાવી રોજ પૂજા-અર્ચના કરી ગણેશ ચતુર્થીના પર્વ ને પરિવાર સાથે ઉજવી રહ્યા છે.

  • સુરતના એક કલાકારે 5 કિલો લાકડાના વેર માંથી 3.5 ફૂટની ની વેસ્ટ માંથી બેસ્ટ શ્રીજી ની પ્રતિમાનું સર્જન કર્યું : ખર્ચ થયો 250 રૂપિયા
  • છેલ્લા 7 વર્ષમાં નિકુંજ મકવાણા એ ઇલેક્ટ્રિક વેસ્ટ, DVD કેસેટ ના વેસ્ટ, હોસ્પિટલના વેસ્ટ, કોટન રૂ ના વેસ્ટ, નાળિયેળ વેસ્ટ માંથી વિધ્નહર્તા ની પ્રતિમા બનાવી છે
  • 8 વાર મેડલ થી સન્માનિત થઈ ચૂક્યો છે

એલ એચ રોડની રણજીત નગર સોસાયટીમાં રહેતા અને ડિઝાઈનર અને આલ્બમ બાઇડિંગના કામકાજ સાથે જોડાયેલા નિકુંજ અરવિંદભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે લગભગ 20 વર્ષથી ઘરમાં ગણેશજીની સ્થાપના કરી ગણેશ ચતુર્થીના પર્વને પરિવાર સાથે ઉજવી રહ્યા છે. બે બહેનો અને માતા-પિતાને સહયોગથી છેલ્લા 7 વર્ષથી ક્રિએટિવ પ્રતિમાનું સર્જન કરતા આવ્યા છે. વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાના વિચારો દર વર્ષે કઈક નવું કરવાની પ્રેરણા આપે છે. એટલું જ નહીં પણ સોસાયટીવાસીઓની સાથે ગણેશ ભક્તો પણ વેસ્ટ માંથી બેસ્ટ સર્જન વાળા શ્રીજી ને જોવા ઉત્સુકતા દેખાડી રહ્યા છે. બસ દર વર્ષે તૈયાર કરાતી વેસ્ટ માંથી શ્રીજી ની પ્રતિમાની થીમ ગુપ્ત રાખવામાં આવે છે અને ગણેશ ચતુર્થી ના દિવસે સ્થાપના કરી લોકોના દર્શન માટે દ્વાર ખોલવામાં આવે છે.

આ વર્ષે 2023માં લાકડા વેરના વેસ્ટમાંથી 5 કિલોની લાકડી અને પેપરના સપોર્ટ થી 3.5 ફૂટની શ્રીજીની પ્રતિમા બનાવી છે. જેને જોવા અને દર્શન માટે લોકોની મોટી ભીડ ઉમટી રહી છે. આ પ્રતિમા બનાવવા પાછળ 24-26 કલાકનો સમય લાગ્યો છે. પરિવાર ની મદદથી આ ગણપતિજી ની પ્રતિમા બનાવવામાં ફેવિકોલ અને ટેપ પટ્ટી (રોલ) નો ખર્ચ એટલે 250 રૂપિયા ખર્ચ થયો છે.

વધુમાં જણાવ્યું હતું કે, વેસ્ટ માંથી બેસ્ટ શ્રીજી ના સર્જનની વિષ્ણુ અવતાર ની પ્રતિમા બનાવી છે. જેનું આનંદ ચૌદસ ના દિવસે જ વિસર્જન કરીશું એ પણ કૃત્રિમ તળાવમા જ. હું એક જ સંદેશો આપવા માગું છું વેસ્ટ માંથી કોઈ પણ રીતે સર્જન થાય છે અને લોકોમાં જાગૃતિ લાવવા વેસ્ટ માંથી શ્રીજી ના સર્જન કરવાની કોશિશ કરી રહ્યો છું. આવી સકારાત્મક વિચારધારા ને લઈ આજદિન સુધીમાં 8 વાર મેડલ થી સન્માનિત કરાયું છું. મુંબઈ સંસ્થા દ્વારા પણ ઓન લાઈન સ્પર્ધા રાખવામાં આવે છે જેમાં ભારતના તમામ રાજ્યોના ગણેશ મંડળો અને કલાકરો ભાગ લે છે હું પણ એમાં ભાગ લઈ જાગૃતિનો સંદેશ આપું છું.

Most Popular

To Top