SURAT

સુરતમાં યુવતીને વિડીયો કોલ કરી કપડા કઢાવી સ્ક્રીન શોટ ફેસબુક પર અપલોડ કરનારનાં થયા આવા હાલ

સુરત: (Surat) બમરોલી ખાતે રહેતી 21 વર્ષીય યુવતી સાથે મિત્રતા કરી બાદમાં એક તરફી પ્રેમમાં (Love) પાગલ યુવકે પરિવારને જાનથી મારવાની ધમકી (Threat) આપી વિડીયો કોલ (Video Call) કરી યુવતીને કપડા ઉતારવા મજબૂર કરી હતી. વિડીયો રેકોડીંગ અને સ્ક્રીન શોટ પાડી યુવતીના નામે ફેસબુકમાં આઈડી બનાવી તેમાં અપલોડ કરનાર આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે.

  • પાંડેસરામાં યુવતીને વિડીયો કોલ કરી કપડા કઢાવી સ્ક્રીન શોટ ફેસબુક પર અપલોડ કરનારની ધરપકડ
  • યુવતી સાથે મિત્રતા કરીને એકતરફી પ્રેમમાં પાગલ આરોપી તેને વાત કરવા દબાણ કરતો હતો

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બમરોલી ખાતે રહેતી 21 વર્ષીય યુવતીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બમરોલી રોડ શાંતાનગર ખાતે રહેતા શિવકુમાર મોર્યાની સામે ફરિયાદ નોંધાવી હતી. શિવકુમારે જુન 2022 માં યુવતી સાથે મિત્રતા કરી હતી. બાદમાં યુવતીના એકતરફી પ્રેમમાં તેને મેસેજ કરીને પરેશાન કરતો હતો. યુવતીએ વાત કરવાની ના પાડી તો જાન દેવાની ધમકી આપતો હતો. અને તેના પરિવારને ફસાવી દેવાનું કહેતો હતો. ગભરાઈને મજબૂરીમાં યુવતી તેની સાથે વાત કરતી હતી.

બાદમાં તેને યુવતી સાથે લીધેલી સેલ્ફી ફોટો યુવતીના નામની ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક આઈડી બનાવી તેના પર અપલોડ કરી હતી. યુવતીને બદનામ કરવાની ધમકી આપી વીડીયો કોલ કરીને યુવતીને કપડા કઢાવતો હતો. આ ગંદી હરકતોના વિડીયો રેકોડીંગ અને સ્કીન શોટ પાડી શિવકુમારે યુવતીના નામે ફેસબુક પર ફેક આઈડી બનાવી તેમાં અપલોડ કરી બદનામ કરી હતી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી આરોપી શિવકુમાર કૃષ્ણસિંહ મૌર્યા ઉ.વ-૨૧ રહે-૨૪૪, સત્યનારાયણ નગર, દેવકીનંદન સ્કુલ પાસે, બમરોલી રોડ પાંડેસરા સુરત મુળ રહે-ગામ-પસઉરટોલા., પોસ્ટ- જીતૌરા, થાના-પીરો જી-ભોજપુર (બિહાર) ની ધરપકડ કરી છે.

Most Popular

To Top