SURAT

હોળીમાં સુરતીઓને ગોવા જવા માટે આ ટ્રેનમાં ટિકીટ મળી જશે, વેઈટિંગ હશે તો કન્ફર્મ થશે..

સુરત: (Surat) સુરતથી હોળી-ધુળેટીના તહેવારો (Festival) દરમ્યાન ગોવા (Goa) ફરવા જવા વાળા માટે સારા સમાચાર છે. સાથેજ રાજસ્થાન અને ભાવનગર જવા માટે પણ ટ્રેનોમાં સરળતાથી ટિકીટ મળી જશે. પશ્ચિમ રેલવે (Western Rail) દ્વારા હોળીના મિની વેકેશન દરમ્યાન 11 ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. જેથી આ 11 ટ્રેનોમાં જો સુરતીઓનું વેઈટિંગ આવતું હશે તો હવે તે ક્લીયર થશે અને લોકોને કન્ફર્મ ટિકીટ મળશે.

વર્ષના બે મોટા તહેવાર હોળી અને દિવાળીના દિવસોમાં સુરતના લોકો વેકેશન માણવા માટે ગોવા પહોંચે છે. સાથેજ રાજસ્થાન, યૂપી, બિહાર તેમજ સૌરાષ્ટ્ર જવા માટે પણ ટ્રેનમાં લાંબુ વેઇટિંગ હોય છે. જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા ગોવા, રાજસ્થાન, યુપી, બિહાર અને ભાવનગર સહિતની 11 જેટલી સુપરફાસ્ટ ટ્રેનોમાં ડબ્બા વધારવાનો નિર્ણય કર્યો છે. રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેનોની 40 ટ્રીપ વધારવામાં આવી છે. સાથેજ સુપરફાસ્ટ ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે. જેના કારણે લગભગ 25 હજાર મુસાફરોને લાભ મળશે.

કઈ ટ્રેનોમાં કોચ વધારાશે?
સુરત-કરમાલી, કરમાલી-સુરત, બાંદ્રા-ભાવનગર, જમ્મુતાવી-બાંદ્રા એસી સુપરફાસ્ટ, અમદાવાદ-પટના, પટના-અમદાવાદ, મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી, ભગત કી કોઠી–મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા-ભાવનગર, વલસાડ-માલદા સુપરફાસ્ટ , માલદા ટાઉન-વલસાડ, ઉધના-મેંગલુરુ, મેંગલુરુ-ઉધના, અમદાવાદ-કરમાલી, કરમાલી-અમદાવાદ, વલસાડ-મુઝફ્ફરપુર, મુઝફ્ફરપુર-વલસાડ, ઓખા-નાહરલાગુન, નાહરલાગુન-ઓખા, ડૉ. આંબેડકર નગર-પટના, પટના-ડૉ. આંબેડકર નગરમાં કોચ વધારવામાં આવ્યા છે. 

સુરતીઓ આનંદો : ઈન્ડિગો સુરતથી ઇન્દોર અને ઉદયપુરની ડેઇલી ફ્લાઈટ શરૂ કરશે
સુરત : 3 માર્ચથી એર એશિયા સુરતથી દિલ્હી, કોલકાતા અને બેંગલુરૂની એક સાથે ત્રણ ડેઇલી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે. તો બીજી બાજુ ઈન્ડિગો એરલાઈન્સે પણ સુરતથી કનેક્ટિવિટી વધારવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિગોએ આજે તા. 1લી મે 2023થી સુરતથી રાજસ્થાનનાં ઉદયપુર અને સુરતથી મધ્યપ્રદેશનાં ઇન્દોરની ડેઇલી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી બુકિંગ ઓપન કર્યું હતું. ઈન્ડિગો આ રૂટ પર 72 સીટર એટીઆર એરક્રાફ્ટ ઓપરેટ કરશે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ આગામી દિવસોમાં સુરતથી ઈન્ડિગો અને એર એશિયા વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાનાં અણસાર દેખાઈ રહ્યાં છે.

ઈન્ડિગો દ્વારા ઇન્દોર અને ઉદયપુરની નવી એર કનેક્ટિવિટી જાહેર કરવામાં આવતાં એનો સીધો લાભ સુરતનાં કાપડનાં વેપારીઓને મળશે. સુરતનાં વેપારીઓ ઇન્દોર અને ઉદયપુરનાં કાપડ બજાર સાથે સીધો વેપાર ધરાવે છે. ઉદયપુર પ્રવાસે જનારા યાત્રીઓને પણ લાભ થશે. એ ઉપરાંત ઉદયપુર એરપોર્ટથી 35 કિલોમીટરનાં અંતરે પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારા આવ્યું હોવાથી યાત્રાળુઓ પણ કલાકમાં સુરતથી ઉદયપુર પહોંચી શકશે. ે

  • ઈન્ડિગો એરલાઈન્સે સુરતથી ઇન્દોર, ઉદયપુરનું શિડ્યુલ જાહેર કર્યું
  • ઈન્દોર- સુરત ડિપારર્ચર 14:25, અરાઈવલ 15:50
  • સુરત-ઇન્દોર ડિપારર્ચર 19:55 અરાઈવલ 21:25
  • સુરત-ઉદયપુર ડિપારર્ચર 16:20 અરાઈવલ 17:40
  • ઉદયપુર-સુરત ડિપારર્ચર 18:00 અરાઈવલ 19:35

Most Popular

To Top