Surat Main

દેશમાં ઈ-વ્હીકલ પોલીસીને મંજુરી આપનાર સુરત પહેલુ શહેર બન્યું

સુરત: (Surat) સુરતને સ્માર્ટ સિટી (Smart City) બનાવવાના ભાગરૂપે વધુને વધુ ઈલેકટ્રિક વાહનો (Electric vehicle) વધે તેવા મહાપાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મહાપાલિકા દ્વારા આ માટે સુરતમાં ઈલેકટ્રિક વાહનો માટેની પોલિસી પણ બનાવવામાં આવી છે. જે માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી હતી જેને શાસકો દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. એટલે કે, હવે ટુંક સમયમાં જ શહેરમાં ઈલેર્ક્ટીક વ્હીકલ પોલીસી લાગુ થશે. જેમાં સુરત મહાપાલિકાના વાહનો પણ ઈલેકટ્રિક કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં મનપાના 20 ટકા વાહનો ઈલેકટ્રિક હશે. બાદમાં આ ટકાવારી વધારવામાં આવશે. ઈલેકટ્રિક વાહનોને મનપાના પે એન્ડ પાર્કમાં પ્રથમ ત્રણ વર્ષમાં વિનામૂલ્યે પાર્કિંગનો લાભ પણ આપવામાં આવશે. આ સાથે સુરત દેશમાં ઇવ્હીકલ પોલીસીને મંજુરી આપનાર પહેલુ સીટી બન્યુ છે.

  • ટુંક સમયમાં જ શહેરમાં ઈલેર્ક્ટીક વ્હીકલ પોલીસી લાગુ થશે જેમાં સુરત મહાપાલિકાના વાહનો પણ ઈલેકટ્રિક કરવામાં આવશે
  • પ્રથમ વર્ષે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનને 100 % વ્હીકલ ટેક્ષમાં માફી આપવામાં આવશે
  • શહેરીજનોને પ્રથમ 3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે

મનપા દ્વારા પોલિસીના અમલવારીના પ્રથમ વર્ષે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનને 100 % વ્હીકલ ટેક્ષમાં માફી આપવામાં આવશે. બીજા વર્ષે 75 %, ત્રીજા વર્ષે 50 % તેમજ ચોથા વર્ષથી પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી 25 % માફી આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનોને પ્રથમ 3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. જે માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારને પોલિસીના અમલવારીના પ્રથમ ત્રણ વર્ષ માટે સુરત મનપા સંચાલિત પે એન્ડ પાર્ક સ્થળો ખાતે વિના મૂલ્યે પાર્કિંગનો લાભ આપવામાં આવશે.

Most Popular

To Top