SURAT

અમરોલી બ્રિજ પર BRTSની બસમાં ધુમાડો નિકળવા લાગતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા

સુરત: (Surat) શહેરીજનોની સુવિધા માટે સુરત મનપા દ્વારા સીટી બસ (City Bus) અને બીઆરટીએસ (BRTS) બસ દોડાવે છે. જો કે આ બસોમાં ટીકીટીંગમાં ગેરીરીતીથી માંડીને મેઇન્ટેનેન્સમાં બેદરકારી મુદ્દે અવાર નવાર બુમ ઉઠે છે. સુરત મનપા સંચાલિત બસોમાં આગ લાગવાની ઘટના વારંવાર બને છે. ત્યારે ગુરુવારે સવારે અમરોલી બ્રિજ ઉપર જ બીઆરટીએસ બસ બંધ પડી હતી.

  • અમરોલી બ્રિજ પર BRTSની બસમાં ધુમાડો નિકળવા લાગતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા
  • સુરત મનપા દ્વારા દોડાવવામાં આવતી બસો પેકી ઘણી ખખડધજ થઈ ગઈ

બસ ઉભી રહેતાની સાથે જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. ગભરાયેલા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને તાત્કાલિક બસની બહાર નિકળી ગયા હતા. જો કે બાદમાં આગમાં આગ નહી લાગતા ચાલકે પણ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્પોરેશન દ્વારા દોડાવવામાં આવતી બસો પેકી ઘણી ખખડધજ થઈ ગઈ છે. શહેરમાં દરરોજ બસો અલગ અલગ માર્ગો પર બંધ થતી દેખાય છે. ટ્રાફિક ધરાવતા રસ્તા ઉપર બસ ખોટકાઈ જવાને કારણે ટ્રાફિકજામ પણ સર્જાય છે. જેના કારણે લોકો પણ હાલાકીમાં મુકાય છે.

સુરત મનપાની 12 ખાસ સમિતિના ચેરમેનોની શુક્રવારે વરણી, કોનું નસીબ ખુલે છે તેના પર મીટ
સુરત: સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને સ્થાયી સમિતિના સભ્યોમાં ટોટલ નો રીપીટેશન સાથે તદ્દન નવા અને મેયરને બાદ કરતા અણધાર્યા ચહેરાઓ પર પસંદગી ઢોળી ભાજપના મોવડી મંડળે આંચકો આપવાની પરંપરા આગળ વધારી છે. ત્યારે હવે શુક્રવારે મળનારી મનપાની સામાન્ય સભામાં મનપાની 12 ખાસ સમિતિના સભ્યોની વરણી થવાની હોય આ વરણીમાં મોટા ભાગે પ્રથમ નામ હોય તેને જ ચેરમેન બનાવાતા હોવાથી ખાસ સમિતિના ચેરમેનપદ માટે પદાધિકારીઓની રેસમાં ગાડી ચુકી ગયેલા નગરસેવકોનું લોબીંગ ચરમસીમાએ પહોંચ્યું છે.

મનપાની ખાસ સમિતિઓમાં પણ ટી.પી.કમિટિ, જાહેર બાંધકામ સમિતિ,પાણી સમિતિ, ગટર સમિતિ અને આરોગ્ય સમિતિ મલાઇદાર ગણાતી હોવાથી આ કમિટિઓના ચેરમેન બનવા માટે કોર્પોરેટરોએ પોતપોતાના ગોડફાધરોની આંગળી પકડી લોબીંગ કર્યું છે. જો કે ખાસ સમિતિના ઉપચેરમેન રહી ચુકેલા નગર સેવકોને એ સમિતિના ચેરમેનપદ મળી જશે તેવી આશા છે. ત્યારે ઉપરોકત સમિતિઓ ઉપરાંત સાંસ્કૃતિક સમિતિ,કાયદા સમિતિ, હોસ્પિટલ સમિતિ, લાઈટ એન્ડ ફાયર સમિતિ, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિ, ગાર્ડન સમિતિ, જાહેર પરિવહન સમિતિના ચેરમેનપદ માટે કોના પર કળશ ઢોળાય છે અને કોનુ નસીબ ઉઘડે છે તે જોવું રહયું.

Most Popular

To Top