Gujarat

અમદાવાદમાંથી એક કરોડના એમડી ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ફરી એક વખત ડ્રગ્સના (Drugs) નેટવર્કનો ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચએ અમદાવાદના એસજી હાઇવે અને નારોલ પાસેથી એક કિલો 116 કિલો ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ શહેરના એસજી હાઇવે પરથી પોલીસે ઝાકીર શેખ, તૌકીફ ઘાંચી અને સુલેહ મન્સૂરીની ધરપકડ કરી તેમની પાસેથી એક કરોડથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે એસજી હાઇવે પર ડ્રગ્સનો જથ્થો લઈ એક ડ્રગ્સ પેડલર નીકળવાનો છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા એક શંકાસ્પદ રિક્ષામાંથી ઝાકીર હુસેન નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી 594 ગ્રામ અંદાજે કિંમત 59 લાખના એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યું હોવાનં બહાર આવ્યું છે. આરોપીઓ છેલ્લા છ મહિનાથી ડ્રગ્સ મંગાવીને નાની નાની પડીકીઓ બનાવી શહેરના સરખેજ, ફતેવાડી વિસ્તારમાં વેચતા હતા. પોલીસે આ અંગે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

સુરત: કામરેજના ટીમ્બામાં 1.30 લાખના દારૂ સાથે ચાલકની અટકાયત, પુષ્પા સહિત છ ફરાર
સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની મારુતિ અર્ટિગા ગાડી નં.(GJ-19-BA-2641)માં વિદેશી દારૂનો જથ્થો ભરી માંડવીના દેરોદ ખાતે કોઇને આપવા માટે જનાર છે. જે બાતમીના આધારે એલ.સી.બી.એ ટીમ્બામાં રેડ કરતાં અર્ટિગા ગાડી નં.(GJ-19-BA-2641)નો ચાલક અશોક લાલુરામ પ્રજાપતિ (ઉં.વ.૨૪) (હાલ રહે.,આરાધના સોસાયટી, જોળવા, તા.પલસાણા, મૂળ રહે.,રાજસ્થાન)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે બાજુમાં બેસેલા ઈસમ પુષ્પા પ્રજાપતિ (હાલ રહે.,આરાધના સોસાયટી, જોળવા, તા.પલસાણા, મૂળ રહે.,આશીન, રાજસ્થાન) ગાડીમાંથી ઊતરી નાસી જવામાં સફળ રહ્યો હતો.

પકડાયેલા ઈસમના કબજાની અર્ટિગા ગાડી નં.(GJ-19-BA-2641) ગાડીમાં તપાસ કરતાં અંદરથી 1,30,800નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂ કબજે કરી દારૂ મંગાવનાર શૈલેષ અશોક રાઠોડ (રહે.,દેરોદ, તા.કામરેજ) તથા રાકેશ સોમા રાઠોડ (રહે.,દેરોદ, તા.કામરેજ), વિદેશી દારૂ મોકલનાર રાજમલ ઉર્ફે રાજુ ચુનીલાલ કુમ્હાર (રહે.,સાકી, તા.પલસાણા) તેમજ દારૂ ભરી આપી જનાર ધન્નો, પિકઅપ ગાડીમાં જથ્થો ભરી આપી જનાર રોમિયો મળી છને વોન્ટેડ જાહેર કરાયા હતા.

Most Popular

To Top