SURAT

સુરતથી ચુરુ જતી બસના ટાયરમાં હવા ભરતી વખતે ટાયર ફાટ્યું, ડ્રાઇવર આઠ ફૂટ ઉછળ્યો, ઘટનાસ્થળે જ મોત

સુરતથી (Surat) ચુરુ જતી બસના ડ્રાઇવર (Driver) સાથે વિચિત્ર બનાવ બનતા તેનું મોત નિપજ્યું હતું. સુરત અને ચુરુ વચ્ચે રજવાડી ટ્રાવેલ્સની બસ દોડે છે. લગભગ 22 મુસાફરો સાથે સુરતથી બસ ચુરુ જવા માટે નિકળી હતી. બસ અજમેરના રૂપનગઢ નજીક સ્ટેપનીના ટાયરમાં પંચર કરાવવા માટે રોકવામાં આવી હતી તે દરમ્યાન હવા ભરતી વખતે ટાયર ફાટતા (Tire Burst) ડ્રાઈવર 8 ફૂટ ઉંચે ઉછળ્યો હતો. તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોદુરામ જાટ નામક બસ ડ્રાઈવર રાત્રે સુરતથી બસ લઈ નિકળ્યો હતો. ચુરુ જવા માટે બસમાં 22 જેટલા મુસાફરો સવાર હતા. મંગળવારે સવારે 7 વાગ્યે સ્ટેપનીના ટાયરમાં પંચર કરાવવા માટે બસને ગુજરાતી હોટેલથી થોડે દૂર આવેલી પંચરની કેબિન પાસે રોકવામાં આવી હતી. તે સમયે હવા ભરતી વખતે બસનું ટાયર ઘડાકાભેર ફાટ્યું હતું. જેના કારણે બસનો ડ્રાઈવર આઠ ફૂટ ઊંચે હવામાં ઉછળ્યો હતો. આઠ ફૂટ ઉંચેથી નીચે પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટના પંચરની કેબિન પાસે લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી.

ઘટના બાદ બસના કંડક્ટરે મૃતદેહને ટેમ્પોમાં મૂકી રૂપનગઢ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. રૂપનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરિવારના સભ્યો પહોંચ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top