SURAT

સુરતના આ વિસ્તારમાં નવા ખાડી બ્રિજના એપ્રોચ માટે 18 મીટરની રસ્તા રેખા મુકાશે

સુરત: (Surat) લિંબાયત ઝોનમાં માધવબાગ સોસાયટી પાસે મીઠી ખાડી (Bay) પરનો જૂનો બ્રિજ (Bridge) પાણીના નિકાલમાં અવરોધરૂપ હોવાનું કારણ આપી ભાજપના અમુક નેતાઓની ભલામણથી સોસાયટીવાસીઓના વિરોધ વચ્ચે તોડી પડાયો હતો. તેમજ અહીં નવો અને ઊંચાઇવાળો બ્રિજ બનાવવા આયોજન કરાયું છે. જો કે, એવી પણ ચર્ચા છે કે અહીં ભાજપના (BJP) નેતાના નજીકના મનાતા જમીનમાલિકની જમીન છે તેને લાભ કરાવવા માટે આ બ્રિજ અને રસ્તો પહોળો કરવા આ તખ્તો ગોઠવાયો છે. જેનો વિરોધ ભાજપના પૂર્વ નગરસેવક હિંમત બેલડિયા પણ કરી ચૂક્યા છે. જો કે, હવે આ સૂચિત બ્રિજના એપ્રોચ માટે ટી.પીï. સ્કીમ નં.૬૪ (ડુંભાલ-મગોબ), એફ.પી. નં.૧૪ને લાગુ હયાત ૯ મીટરના ટી.પી. રોડને ૧૮ મીટરનો કરવા ૯ મીટરની લાઇનદોરી મૂકવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે.

  • જૂનો બ્રિજ પાણીના નિકાલમાં અવરોધરૂપ હોવાનું કારણ આપી ભાજપના અમુક નેતાઓની ભલામણથી સોસાયટીવાસીઓના વિરોધ વચ્ચે તોડી પડાયો હતો
  • અમુક જમીન માલિકોને લાભ કરાવવાના હેતુથી અહીં ખાડીના પાણીના વ્યવસ્થિત નિકાલના બહાને જૂનો બ્રિજ તોડી પડાયો છે, હવે નવો બ્રિજ વધુ મોટો અને ઊંચાઇ પર બનાવવા આયોજન

ટી.પી. સ્કીમ નં.૬૪ (ડુંભાલ-મગોબï) મોજે ડુંભાલના રેવન્યુ સરવે નં.૮૨/૨/પૈકી, એફ.પી.નં.૧૪ પૂર્વે લાગુ સ્થિત મીઠીખાડી આવેલા હયાત ખાડી બ્રિજ ટી.પી. સ્કીમ નં. ૧૯ (પરવટ-મગોબ), એફ.પી. નં.૧માં આવેલી માધવબાગ રેસિડન્સીના એપ્રોચમેન્ટ સાથે જોડાય છે. આ હયાત ખાડી બ્રિજના આયોજનમાં ફેરફાર કરી ખાડીïપૂરની સ્થિતિ ધ્યાનમાં લેતાં વધુ ઊંચાઇનો નવો ખાડી બ્રિજ બનાવવાનો મનપાએ આયોજન કર્યું છે અને આ અંગેનો અંદાજ પણ જાહેર બાંધકામ કમિટીની બેઠકમાં મંજૂર થઇ ગયો છે. આ સૂચિત લાઇનદોરીના પગલે ટી.પી. ૬૪માં એફ.પી. નં.૧૪, અનામત એફ.પી. નં.૧૩૪ (આર-૨૩ï) તથા અનામત એફ.પી. નં.૧૨૭ (આર-૨૧)ને અસર થાય છે. ફાઇનલ પ્લોટ નં.૧૪ ખાનગી માલિકીનો છે. જ્યારે અન્ય બે અનામત પ્લોટ મનપાની માલિકીના છે.

તાત્કાલિક ખાડા પુરવાનો આદેશ

શહેરના રસ્તાની સાથે સાથે બ્રિજ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે. જ્યાં ને ત્યાં ખાડાઓને કારણે વાહનચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. તેમજ વરસાદ પણ હજી ગયો નથી. આથી રસ્તાઓની હાલત વધુ ને વધુ બદતર થઈ રહી છે. જેના પગલે બુધવારે મેયરે ખુદ રસ્તાઓની રિપેરિંગની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ જો વરસાદ હવે ન આવે તો ઝડપથી 15 દિવસમાં એટલે કે, તા.5થી 7 ઓક્ટોબર સુધીમાં સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તા રિપેર કરી દેવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર અન્ય ઝોનના રસ્તા પણ રિપેર કરવામાં આવશે તેમ મેયરે જણાવ્યું હતું.

Most Popular

To Top