National

દિલ્હી હાઈકોર્ટમાં PMO નું સોગંદનામું, RTI માં પણ આ ફંડની માહિતી માંગી શકાય નહીં

કોરોના મહામારી દરમિયાન અસરગ્રસ્ત લોકોની મદદ માટે ઉભા કરાયેલા પીએમ કેયર્સ ફંડ (PM CARES FUND)ને લઈ મોટા સમાચાર આવ્યા છે. PMO દ્વારા દિલ્હી હાઈકોર્ટ સમક્ષ એવું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે કે, PM કેયર્સ ફંડ પર કેન્દ્ર કે રાજ્ય સરકારોનું કોઈ જ નિયંત્રણ નથી. આ ફંડ ભારત સરકાર સાથે નહીં પરંતુ એક ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલું છે. PM કેયર્સ હેઠળ જમા થનારી રકમ ભારત સરકારની તિજોરીમાં આવતી નથી. પીએમ કેયર્સ ફંડ કોઈ માહિતી અધિકાર ક્ષેત્ર એટલે કે RTI ના નિયમો હેઠળ લાવી શકાતું નથી.

ખરેખર પીએમ કેયર્સ ફંડ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં વકીલ સમ્યક ગંગવાલએ એક રીટ પીટીશન દાખલ કરી હતી, જેમાં ગંગવાલે માંગણી કરી હતી કે પીએમકેયર્સ ફંડને રાજ્યનું જાહેર કરવામાં આવે. તથા પારદર્શિતા લાવવા માટે તેને RTI દાયરામાં આવરી લેવામાં આવે. ગંગવાલે PM CARES FUND ની ફંડ ઉઘરાવાથી માંડી વહેંચણી સુધીની સમગ્ર પ્રક્રિયા ઉજાગર કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં RTI

  • પીએમ કેયર્સ ફંડ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં વકીલ સમ્યક ગંગવાલએ એક રીટ પીટીશન દાખલ કરી હતી
  • ફંડને રાજ્યનું જાહેર કરવા તથા પારદર્શિતા લાવવા માટે RTI દાયરામાં આવરી લેવા માંગ કરાઈ હતી

આ અરજી પર PMO ના સચિવ પ્રદીપ શ્રીવાસ્તવે દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી કે ટ્રસ્ટ સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરે છે. તેના હેઠળ જમા ફંડનું ઓડીટ નિયમિતપણે એક ઓડિટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પારદર્શિતા જાળવી રાખવા માટે ટ્રસ્ટને મળેલા ફંડ  અને તેનું સમગ્ર વિવરણ અધિકૃત વેબસાઈટ પર સતત અપડેટ કરવામાં આવે છે. શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે, ટ્રસ્ટને જે કંઈપણ દાન મળે છે તે ઓનલાઈન, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે જ મળી રહ્યું છે. ટ્રસ્ટ આ ફંડના તમામ ખર્ચાનો હિસાબ પોતાની વેબસાઈટ પર અપડેટ કરી રહ્યું છે.

વેબસાઈટ  પર અપાતી જણકારી સંવિધાનને આધીન નથી: ગંગવાલ

આ અગાઉ અરજીકર્તા સમ્યક ગંગવાલે અરજીમાં એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા કે વડાપ્રધાન દ્વારા માર્ચ 2020માં કોવિડ-19 (Covid-19) મહામારીને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત નાગરિકોને મદદરૂપ થવાના આશયથી PM-CARES FUND નું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં ખૂબ મોટી માત્રામાં દાન એકત્ર થયું હતું. અરજીમાં કહ્યું હતું કે, ટ્રસ્ટને લઈને ડિસેમ્બર 2020માં પીએમ-કેયર્સ ફંડની વેબસાઈટ  પર જાણકારી આપવામાં આવી હતી,  પરંતુ  તે સંવિધાન અથવા સંસદ દ્વારા બનાવાયેલા એક પણ કાનૂનને આધીન નથી. જો તે સરકાર હસ્તગત નથી તો પીએમ કેયર્સ ફંડને પોતાની વેબસાઈટ પરનું ડોમીનમાં gov નો ઉપયોગ કરવો ટાળવું જોઈએ.

Most Popular

To Top