SURAT

વિદ્યાર્થીઓને પડતી અગવડતાને કારણે ABVPએ BRTS બસમાં વધારો કરવા માગ કરી

સુરત: મોટેભાગના વિદ્યાર્થીઓ (Students) અવરજવર માટે બીઆરટીએસ (BRTS) બસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે બીઆરટીએસ બસ ના કારણે વિદ્યાર્થીઓને પડતી અગવડતાને લઈ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી BRTS બસમાં વધારો કરવા માગ કરી હતી. એટલું જ નહીં મેયર અને કમિશનર એક મહિલા હોવાથી વિદ્યાર્થીનીઓ માટે અલગ થી (મહિલા) બસ દોડાવવા માગ કરી છે.

  • વિદ્યાર્થીઓની સંખ્યા સામે બીઆરટીએસ બસની સંખ્યા ખૂબ જ ઓછી
  • વિદ્યાર્થીની (બહેનો) ઓ માટે અલગ બસ મૂકવાની માંગ કરી

મનોજ જૈન (સુરત મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) એ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી વરાછા, મોટા વરાછા અને અમરોલીમાં રહેતા વિદ્યાર્થીઓ કોલેજ માટે સીટી બાજુમાં અવર-જવર કરતા આવ્યા છે. તેઓને બીઆરટીએસ બસના કારણે ઘણી બધી અગવડતાઓ પડી રહી છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધારે અને તેની સામે બીઆરટીએસ બસની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેથી બસમાં ખૂબ જ ભીડ રહે છે જેના કારણે વિદ્યાર્થીનીઓને પણ ઘણી તકલીફો પડે છે

વધુમાં જણાવ્યું હતું કે, બસ નો ટાઈમ પણ અનિયમિત છે તથા સ્ટાફનો વ્યવહાર પણ વિદ્યાર્થીઓ સાથે અનુચિત છે આવી વિવિધ સમસ્યાઓને નિરાકરણ હેતુ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિ મંડળે મેયરને તથા મ્યુનિસિપલ કમિશનર ને આવેદનપત્ર આપ્યું છે. તેમજ આ રૂટ ઉપર બસો ની સંખ્યા વધારવામાં આવે અને વિદ્યાર્થીની (બહેનો) ઓ માટે અલગ બસ મૂકવામાં આવે તથા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બસ મુકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગ ના વિદ્યાર્થીઓ દૂર દૂર થી વેસુ પાસેની અલગ અલગ કોલેજ અને યુનિવર્સીટી માં અભ્યાસ માટે આવી રહ્યા છે જેઓ ની લાંબા સમયની પડતર માગ ને જલ્દી ઉકેલી વધારા ની બસ મુકવામાં આવે એ વિદ્યાર્થીનિઓ ના હિતમાં પાલિકાનું આવકાર દાયક પગલું હશે.

Most Popular

To Top