Charchapatra

પથ્થરબાજી અટકાવો

તાજેતરમાં ગુજરાત, આસામ, દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બંગાળમાં પથ્થરબાજી થઇ છે. આપણા દેશમાં જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતી આદિ ઉત્સવો વખતે યા કાવડયાત્રા -રથયાત્રા પર થતો રહેતો ભારે પથ્થરમારો બધાંને યાદ હશે. અણગમતા નેતા યા પક્ષને પદભ્રષ્ટ કરવા, અન્ય ધર્માવલંબીઓની સરેઆમ પજવણી કરવા, રાજકીય હિસાબોની પતાવટ કરવા, પરપીડનવૃત્તિ સંતોષવા આદિ માટે પપેટ સમાન બની ગયેલા રાજકીય પીઠ્ઠુઓ પબ્લિક પર – પોલીસ પર પથ્થરબાજી કરે છે યા કરાવે છે. ગેરકાયદેસર ફંડ ઉઘરાવનારાઓ બળજબરીથી પશુઓ ઉઠાવનારાઓ ગેરકાનૂની દબાણો કરનારાઓ અને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓને સરકાર નેસ્તનાબૂદ કરશે તો જ પથ્થરો વરસાવવાનું અનિષ્ટ બંધ થશે.
અમદાવાદ  – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top